મનપાએ મેનેજમેન્ટ માટે રી-ટેન્ડર કર્યુ: પ્રવાસીઓને એક વર્ષે સુવિધા મળશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા ગત વર્ષે જન્માષ્ટમીના દિવસોમાં ખુલ્લા મુકવામાં આવેલા રામવનમાં હવે એક વર્ષ બાદ ફૂડ કોર્ટ શરૂ થવાની આશા જાગી છે. આ માટે મ્યુનિ. કોર્પોરેશને નવા ટેન્ડર બહાર પાડયા છે. મનપાના સુત્રોએ આપેલી માહિતી મુજબ ગાર્ડન શાખા દ્વારા અર્બન ફોરેસ્ટ રામવન ખાતે ફૂડ કોર્ટ મેનેજમેન્ટ કરવાના કામ માટે રી-ટેન્ડર કરવામાં આવ્યા છે. અગાઉ પણ ઇ-ટેન્ડર કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર એક પાર્ટી આવી હોય, ફરીથી ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે.
- Advertisement -
જે ઓફર મોકલવાની અંતિમ તારીખ 21-7 છે. જુલાઇના અંત સુધીમાં ભાવ આવી જાય અને ઓગષ્ટમાં કામ આપવામાં આવે તો આ વર્ષે જન્માષ્ટમીના પર્વમાં આ જગ્યાએ લોકોને ફૂડ કોર્ટની સુવિધા મળી શકશે. રામવન ફરવા આવતા લોકોને આમ પણ ભોજન, નાસ્તા જેવી સુવિધા નજીકમાં પણ નથી. વનના પ્રાંગણમાં સ્વચ્છતા સહિતના કારણોથી હજુ ભોજન જેવી છુટછાટ આપવામાં આવી નથી. આથી વન ભોજનની સુવિધા મળે તો મુલાકાતીઓનું આકર્ષણ પણ વધશે તેમ સમજવામાં આવે છે.