જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શીયાળ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં આવેલ માધવકુંજ શોપિંગ સેન્ટર ખાતે સૌરાષ્ટ્ર કોળી સમાજના યુવા આગેવાન અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પીએ દર્શનભાઈ છનુરા દ્વારા ફૂડ બોસ એપ્લિકેશનની ઓફિસનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ અને ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શીયાળ તથા રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનોના વરદહસ્તે રીબીન કાપી શુભારંભ કરાયો હતો. રાજુલા શહેરમાં સૌપ્રથમવાર ફૂડ બોસ એપ્લિકેશનનો શરૂઆત કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ એ છે કે, રાજુલા શહેરીજનો ઘરવખરી, કરીયાણાનો સામન, રેસ્ટોરન્ટનું જમવાનું, શાકભાજી સહિત વગેરે વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરી મંગાવી શકશે.
- Advertisement -
જેથી રાજુલામાં હવે લોકોની સમસ્યાનો અંત આવ્યો છે. અને હવે ઘર બેઠા ફૂડ બોસ એપ્લિકેશનમાં ઓર્ડર કરો અને તુરંત તમાંમ ચીજ વસ્તુઓ ઘરે પહોંચશે. આ ભવ્ય શુભારંભ પ્રસંગે શાસ્ત્રીજી હિતેશદાદા ઝાંખરા, પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુભાઈ વોરા, મનુભાઈ ધાખડા( વડલી), બાબુભાઈ મકવાણા, બચુભાઈ ચૌહાણ, રસીકભાઈ પારેખ, સાગરભાઈ સરવૈયા, સરપંચ એસોસિયેશનના પ્રમુખ મનુભાઈ. જે. ધાખડા, વરીષ્ઠ પત્રકાર કનુભાઈ વરૂ, જીગ્નેશભાઈ ત્રિવેદી, હસુભાઈ લાખણોત્રા, વિક્રમભાઈ શિયાળ, પ્રતાપભાઈ બેપારીયા, ધિરજભાઈ પુરોહિત, કનુભાઈ ધાખડા, સંજયભાઈ સાખંટ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, ગૌરાંગભાઈ મહેતા, ચિરાગભાઈ જોષી, મનીષભાઈ વાઘેલા, હરેશભાઈ સોડાગર(ભગત પાન) તેમજ રાજકીય- સામાજીક આગેવાનો, વેપારીઓ, પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



