આરોગ્યની સાથે પ્રકૃતિ બચાવવાનું લક્ષ્ય છે તેવા ડૉ.પૂજાબેન પ્રિયદર્શીનીની ‘ખાસ-ખબર’ સાથે મુલાકાત
સદગુરૂનાં વિચારોનાં પગલે ડૉ.પૂજાબેન પ્રિયદર્શીની ચાલવી રહ્યાં છે માટી બચાવો અભિયાન
- Advertisement -
મેંદરડા તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પૂજાબેન પ્રિયદર્શીની બિહારમાં જન્મ્યા ગુજરાતને કર્મભૂમિ બનાવી
બિહારમાં જન્મ્યા અને આધ્યાત્મિક ભૂમિ જૂનાગઢને કર્મભૂમિ બનાવનાર મેંદડરા તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પૂજાબેન પ્રિયદર્શીની. આરોગ્યની સાથે પ્રકૃતિ પ્રેમ અને પ્રકૃતિનું જતન તેનાં જીવનનો લક્ષ્યાંક બની ગયું છે. લોકોની સેવા સાથે પર્યાવરણની ચિંતા અને તેનાં બચાવવાનાં કાર્ય કરતા રહે છે. ડૉ. પૂજા પ્રિયદર્શીનીએ ખાસ ખબર સાથે વાંચન, પ્રકૃતિ, આધ્યાત્મિકતા, તેમને પ્રવૃતિ અંગે વાર્તાલાપ કર્યો છે.
આજે એવા વ્યક્તિની વાત છે જેના રોમ રોમમાં માત્ર સદગુરૂનાં વિચારો,આચરણ અને પ્રકૃતિને બચાવવાનું જનુન છે.આરોગ્યની સેવાઓ સાથે પર્યાવરણ અને આવનાર પેઢીની ચિંતા છે, એ છે મેંદરડા તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પૂજાબેન પ્રિયદર્શીની. બિહારનાં મુજફરપુર જિલ્લામાં ડૉ. પૂજાબેન પ્રિયદર્શીનીનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચ શિક્ષણ બિહારમાં મેળવ્યું. એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુ. પબ્લીક હેલ્થ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. મેંદરડા પતિ અને પુત્ર સાથે રહે છે. બિહારમાં જન્મ્યા બાદ ગુજરાતને કર્મભૂમિ બનાવી છે.
- Advertisement -
5 હજારથી વધુ લોકો અને બાળકોને માટી બચાવો અંગે સંબોધન, વડાપ્રધાને પત્ર મોકલ્યાં
છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ફરજ બજાવી રહ્યાં છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકામાં પ્રથમ નોકરીની શરૂઆત કરી હતી. ભલગામ, કાલસારી, મોટાકોટડામાં આરોગ્ય વિભાગમાં સેવા આપી છે. તેમજ મોબાઇલ હોસ્પિટલમાં કામ કર્યું છે તે દરમિયાન પ્રકૃતિને માણવાનો અને જાણવાનો અવસર મળ્યો હતો. આ મોબાઇલ હોસ્પિટલ 22 નેસમાં આરોગ્યની સેવા આપે છે. બાદ ભેંસાણ અને મેંદરડા તાલુકામાં પણ કામ કર્યુ હતું. ગાંધીનગર કમિશ્ર્નર ઓફીસમાં ફરજ બજાવી હતી. હાલ મેંદરડા તાલુકા હેલ્થ ઓફીસર તરીકે સેવારત છે. ડૉ. પૂજાબેન પ્રિયદર્શીનીએ કહ્યું હતું કે, તેમનાં જીવનામાં ઘણા ઉતાર ચઢાવ આવ્યાં. ત્યારે વર્ષ 2015માં જીવનમાં વળાંક આવ્યો. આ વર્ષમાં સદગુરૂ જગ્ગી વાસુદેવજી મળ્યાં,અહીંથી ભૌતિક સુખ કરતા આંતરીક સુખ અને આનંદ માટે સગગુરૂનાં ચિંધેલા માર્ગે ચાલ્યાં.તેમનાં તમીલનાડુંનાં આશ્રમમાં રહેવાથી માનસીક આનંદની પ્રાપ્તી થઇ.જીવનમાં કેટલીક સમસ્યાઓ હતી ત્યારે કોઇ ઉકેલ મળતો ન હતો. સગગુરૂનાં સાંભળ્યાં. તેમાં સમસ્યાનો ઉકેલનાં કિરણો દેખાયા. બાદ એક પછી એક એમ 150 જેટલા વિડીયો જોયા અને સાંભળ્યાં. મને થયું આજ સત્ય છે. અને પછી રૂબરૂ જવાનું થયું. આશ્રમમાં પહેલા પ્રાથમિક પ્રોગ્રામમાં ભાગ લીધો.સાત દિવસ, આઠ દિવસનાં કાર્યક્રમમાં ભાગ લીધો. હવે દરેક કામમાં મજા આવે છે. જીવનને જીવવાનો આનંદ મળી રહ્યો છે. સદગુરૂજી પર્યાવરણને બચાવવા મહેતન કરી રહ્યાં છે. પહેલા નદીઓ બચાવો અને હાલ માટી બચાવો અભિયાન ચલાવી રહ્યાં છે. સૌથી વધુ જમીન કિસાનો પાસે છે. ખેડૂતો જ જમીન બચાવી શકે. જૈવિકતત્વોથી માટી ઉપજાવ બની શકે. માટીમાં 3 ટકા જૈવિકતત્વ હોવુ જોઇએ. વર્તમાનમાં સરેરાશ 0.5 ટકા જૈવિકતત્વ છે. ઋષિ જ પ્રકૃતિની ચિંતા કરી છે અને સદગુરૂ પ્રભાવશાળી યોગી છે. માટી બચાવવા માટે વિશ્ર્વમાં બાઇક રેલી યોજી રહ્યાં છે. માટી બચાવો અભિયાન માટે સરકારમાં પત્ર મોકલી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાની 20 સ્કુલ, 1 કોલેજ અને એક હોસ્પિટલમાં માટી બચાવો અભિયાનને લઇ કાર્યક્રમ કર્યા છે. પાંચ હાજર બાળકોને સંબધોન આપ્યું છે અને 1628 પત્ર કેન્દ્ર સરકારને લખાવી મોકલ્યાં છે. જયારે મે 5 હજાર જેટલા બાળકને સંબોધન કર્યું અને પુછ્યુ કે ખેતી કોણ કરવા માંગે છે ? તો માત્ર એક જ બાળકને ખેતી કરવા હા પાડી હતી. આ માત્ર ભારત નહી વૈશ્ર્વિક સમસ્યા છે. માટે સદગુરૂ વિશ્ર્વ ભ્રમણ કરી રહ્યાં છે. ડૉ.પૂજાબેન કહ્યું હતું કે, જીવનમાં ટાઇમ પાસ જેવું કશુ નથી. ટાઇમ પાસ કરવાની જરૂર કોને હોય ?.હું તો દરેક પ્રવૃતિમાં જીવવાનો આનંદ માણી રહી છું. દરેક કાર્યમાં મજા આવે છે.દરેક ક્ષણ જીવ્યા પછી અફસોસ ન થવો જોઇએ.
આધ્યાત્મિક, રહસ્ય, ઇતિહાસનું વાંચન વધુ પસંદ
ડૉ.પૂજાબને પ્રિયદર્શીનીએ કહ્યું હતું કે, સ્કુલ સમયથી વાંચનો શોખ છે. ઉંમર અને સમજણ મુજબ વાંચન કરતા હતાં. 10 વર્ષની ઉંમરથી વાંચનનો શોખ હતો. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો ત્યારે ત્યા ફરજિયાત વાંચન હતું. તમામ પ્રકારની બુકસ વાંચી છે. ખાસકરીને હાલ સદગુરૂની બુકસનું વાંચન કરું છુ.આ ઉપરાંત ઐતિહાસીક રહસ્યો વગેરે વિષય પર વાંચન છે.
ડૉ.પૂજાબેનની પસંદગીનાં કાર્યો, પરિવાર અને આરોગ્ય સેવા
ડૉ.પૂજાબેન પ્રકૃતિ પ્રેમી અને આધ્યાત્મિક છે. તેની પહેલી પસંદગી પ્રકૃતિ છે. પર્વત, જંગલ, ઝરણાં તેમને વધુ પસંદ છે. પૌરાણીક સ્થળ, તેનો ઇતિહાસ વગેરે જાણવાની ઇચ્છા રહે છે. પરિવાર અને બાળકોને પુરતો સમય આપે છે. કોરોનાકાળમાં આરોગ્ય વિભાગે ખુબ સેવા આપી છે. ડૉ. પૂજાબેને કહ્યું હતું કે, કોરોનાનાં માહોલમાં આમાર વિભાગે સારી કામગીરી કરી છે. કોરોના બાદ રસીકરણ અભિયાન ચલાવી લોકો સુધી પહોંચ્યાં છીએ.
ભૌતિક લક્ષ્યાંક નથી, ગુરૂનાં વિચારોને આત્મસાત કરવા છે
ડૉ. પૂજાબેન કહ્યું હતું કે, દરેક ક્ષણ અને દરેક કાર્યમાં આનંદ આવે છે. હોસ્પિટલનું કામ હોય, ઘરે રસોઇ હોય કે સેવા કાર્ય હોય દરેકમાં આનંદ આવે છે. તેમજ જીવનમાં ભૌતિક સુખ માટે કોઇ જ લક્ષ્યાંક નથી. હા પણ સદગુરૂનાં વિચારોને આત્મસાત કરવા છે. ગુરૂની ઉર્જા સાથે આત્મસાત થવું છે.