પોરબંદરના મશીન હેરફેર કૌભાંડમાં તંત્ર હરકતમાં
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખનનમાં વપરાતા અને સીઝ કરાયેલા મશીનોની હેરફેરના મોટા કૌભાંડ અંગે ‘ખાસ ખબર’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીએ હાઈ-લેવલ તપાસ કમિટી રચવાનો નિર્ણય કર્યો છે, જે મશીનોની હેરફેરની તપાસ કરશે. ‘ખાસ ખબર’ દ્વારા કૌભાંડને ઉજાગર કરવામાં આવતા નવીબંદર પોલીસ મથકના ઙઈં સુભાષ ગામેતી અચાનક રજા પર ઉતરી ગયા, જેના કારણે અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો અને જાણકારોના મતે, ઙઈંની રજા માત્ર એક સંયોગ છે કે પછી આ કૌભાંડમાં તેમની સંડોવણી છે? શું તેઓ તપાસને ટાળી રહ્યા છે?
જિલ્લા વહીવટીતંત્રે ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદીને આ કૌભાંડની તપાસ સોંપી છે. ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદી આ કૌભાંડની વિગતવાર તપાસ કરશે. સીઝ કરાયેલા મશીનોના દસ્તાવેજો અને તેમની સ્થિતિ અંગે તટસ્થ તપાસ હાથ ધરાશે.
‘ખાસ ખબર’ દ્વારા મેળવાયેલી પ્રાથમિક માહિતી મુજબ, સીઝ કરાયેલા મશીનોની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે સારા અને નવનવીન મશીનોને ગાયબ કરીને, તંત્ર જૂના અને ખરાબ મશીનોને સીઝ કરેલા દર્શાવતું હતું. આ ગોટાળામાં મોટા પેમેન્ટના આધારે ગેરકાયદેસર લેવડ-દેવડ થતી હોવાનું જાણવા મળ્યું છે.
આ કૌભાંડ માત્ર પોરબંદર માટે નહીં, પણ ગુજરાતભરમાં મોટું આર્થિક અને વહીવટી ગોટાળું બની શકે છે. જો આમાં તંત્રની ભૂમિકા નિષ્પક્ષ રીતે તપાસવામાં નહીં આવે, તો ભવિષ્યમાં ખાણ-માફિયાઓ વધુ બેફામ બની જશે. કહેવાય છે કે અગાઉ પણ આવું કૌભાંડ પોરબંદરમાં થયું હતું, પણ તંત્ર મૂકપ્રેક્ષક રહ્યું. આ વખતે શું તટસ્થ તપાસ થશે? ઉલ્લેખનીય છે કે, ‘ખાસ ખબર’ સતત આ મામલાનું મોનિટરિંગ કરશે અને તંત્રને જવાબદેહ બનાવશે.
ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર અને મિતેષ મોદીને તપાસ સોંપાઈ
મોટા ખનન-માફિયાઓ અને તંત્રની ગઠજોડ સામે ચોંકાવનારા ખુલાસાઓની શક્યતા
- Advertisement -
‘સરકારી મુદ્દામાલની ગેરરીતિ સહન કરાશે નહીં’, ‘જવાબદારોને છોડવામાં નહીં આવે’ તાત્કાલિક સ્થળ તપાસ અને રિપોર્ટની સૂચના આપતાં જિલ્લા કલેક્ટર
‘ખાસ ખબર’ના અહેવાલ પછી નવીબંદર પોલીસ મથકના ઙઈં સુભાષ ગામેતી અચાનક રજા ઉપર ઉતરી ગયા