ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની લોકસંગીતની વિરાસતને આગળ ધપાવતા યોજાયેલા ’પર્યટન પર્વ’માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા હતાં.ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ ’નગર મેં જોગી આયા’, ’માઈ તેરી ચૂનરિયા લહેરાઈ’ અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો પર સૂર રેલાવી પોતાના ઘેઘૂર કંઠ દ્વારા માધુર્ય અને લોકસંગીતથી મઢેલી અનેકાનેક પ્રસ્તુતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.આ તકે શાબ્દિક સ્વાગત જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ કર્યુ હતું.
આ અવસરે કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, અધિક કલેક્ટર આર.જી.આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, આર.એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, અગ્રણી માનસિંહભાઈ પરમાર, પિયૂષભાઈ ફોફંડી અને વિવિધ આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.
વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટનપર્વ’માં લોક સંગીત સાથે શ્રોતાઓ મંત્રમુગ્ધ
