દિલ્હી-યુપીમાં શીતલહેરથી ઠંડી વધશે
પહાડી વિસ્તારોમાં બરફવર્ષા સતત ચાલુ છે જેને લઈને મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે. ઉતર ભારતના મોટાભાગના રાજયોમાં શીતલહેર જોવા મળી રહી છે. દિલ્હી, યુપી, બિહાર સહિત અનેક રાજયોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. આજે દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધી ગઈ છે.
- Advertisement -
કડકડતી ઠંડી દરમિયાન ધુમ્મસના કારણે પણ દિલ્હીવાસીઓ પરેશાન થઈ ગયા છે. આજે સવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે વિઝીબિલીટી ઘણી ઘટી ગઈ હતી. સવારે માર્ગો પર ગાડીઓએ ફોગ લાઈટ ચાલુ રાખવી પડી હતી, જયારે ઈન્ડિયા ગેટ પર સાઈકલીંગ કરવા જતા લોકોએ જણાવ્યું હતું કે તેમને ધુમ્મસના કારણે કંઈ નહોતું દેખાતું.
બીજી બાજુ, અનેક દિવસોથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને ઠંડીમાં રાહત મળશે તો ઉતરાખંડમાં વરસાદ અને બરફ વર્ષાનું એલર્ટ જાહેર કરાયું છે. દહેરાદૂનમાં કેટલાક વિસ્તારોમાં બરફ વર્ષાની આશા છે. જેથી પહાડથી મેદાન સુધી ઠંડી વધી શકે છે.