રાજધાની દિલ્હીમાં સવારે અને સાંજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી ઘણા રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ દિવસોમાં સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો તબાહી મચાવી રહ્યો છે. ઘણા રાજ્યોમાં, લોકો સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ સ્થિતિ ખરાબ છે. સવારે અને સાંજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
Dense fog engulfs Delhi this morning, leading to reduced visibility.
Visuals from Barapullah area (top 2) and Dhaula Kuan. pic.twitter.com/yaIELij6RE
— ANI (@ANI) January 9, 2023
- Advertisement -
લઘુતમ તાપમાન ગગડ્યું
શીત લહેરની સાથે રાજધાની દિલ્હીમાં આજે (9 જાન્યુઆરી) સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. નોઈડામાં પણ કોલ્ડવેવનો પ્રકોપ ચાલુ છે. ધુમ્મસના કારણે લોકોને અવર-જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. દિલ્હીના સફદરજંગમાં આજે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં દિવસનું તાપમાન પણ 15-17 ડિગ્રી છે. રાજસ્થાનના ચુરુમાં લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી સેલ્સિયસ છે.
રાજસ્થાન અને બિહારમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે 10 જાન્યુઆરી પછી દેશમાં તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાન અને બિહાર માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પંજાબમાં પણ લોકો શિયાળાનો સામનો કરી રહ્યા છે. ભટિંડામાં આજે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી છે.
Delhi | Dense fog engulfs the national capital this morning, leading to reduced visibility.
Visuals from ITO. pic.twitter.com/b08uGZ5cMm
— ANI (@ANI) January 9, 2023
લખનૌમાં શાળાની રજાઓ લંબાવવામાં આવી છે
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજધાની લખનૌમાં ઠંડીનું મોજું હોવાથી શાળાઓમાં રજાઓ 14 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે આ નિર્ણય લીધો છે. નોટિસ અનુસાર, ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 14 જાન્યુઆરી સુધી બંધ રહેશે.