ખાસ-ખબર સંવાદદાતા
ઉના શહેરમાં રહેણાંક મકાન પાસે પશુઓના ઢાળીયામાં રાખવામાં આવેલ ઘાસચારામાં અચાનક આગ લાગતા ઘાસચારો બળીને ખાક થઇ ગયો હતો. અને ફાઇર બ્રિગેડ દ્રારા આગને કાબુમાં લેતા હાસકારો અનુભવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઉના શહેરના ઉન્નત નગર સોસાયટી વિસ્તારમાં રહેતા મુકેશ હિરપરાનો પરીવાર પ્રસંગમાં ગયેલ હતો. ઘરે પરત આવતા મકાનની બાજુમાં પશુના ઢાળીયામાં રાખેલ ઘાસચારામાં ઘુમાડો નિકળતા નજરે પડતા થોડીજ ક્ષણોમાં આગ વધુ વિકરાળ થતાં અફડા તફડી મચી ગઇ હતી. હાથમાં જે વાસણ આવ્યુ તેમાં પાણી ભરી આગ પર છંટકાવ કરેલો પરંતુ આગ વધુ ફેલાતા તાત્કાલીક નગર પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે સ્ટાફ દોડી ગયો હતો. આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગની ઘટનામાં પશુ માટે રાખેલ ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો. જે અંદાજે કુલ રૂ. 5 હજારથી વધુનું નુકસાન થયુ હોવાનું જણાવેલ હતું.