તંબાકુ સેવનમાં પણ છોકરીઓ છોકરા સમોવડી બની !
રાજ્યની શાળાઓમાં હાથ ધરાયેલા સરવેનું તારણ
કુછ દોસ્ત ઐસે ભી ! 95% તંબાકુની આદત દોસ્તોના સંગના લીધે પડે છે
94 % પ્રિન્સીપાલે કબુલ કર્યુ કે વિદ્યાર્થીઓની તંબાકુની આદત અંગે તેઓને જાણ
11 % વિદ્યાર્થીઓને સ્કૂલ સમયે જ તંબાકુની આદત પડી જાય છે !
તંબાકુ વેચવાની ઉંમર મર્યાદા- કાનૂનનો કોઈ અમલ થતો નથી
ઘરમાં વડીલોના તંબાકુ સેવનથી પણ બાળકોને ‘પ્રેરણા’ મળે છે !
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ખુશ્બુ ગુજરાત કી સ્લોગનને જો લોકલ બનાવી દેવાય તો મોટાભાગના ગુજજુઓના શ્વાસમાં તંબાકુની વાસ કે સુગંધ જે ગણો તે આવે તે નિશ્ચીત છે અને તંબાકુ એ ગુજરાતભરના શ્વાસ તથા લોહીમાં વણાય છે પણ ચિંતાજનક બાબત એ છે કે આ ખોટી આદત હવે 13-15 વર્ષના ટીન એજર્સ પણ લાગી ગઈ છે. હાલમાં જ થયેલા એક સર્વેમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
ગુજરાતમાં સિગારેટ કે તંબાકુ ખરીદવાની કાનૂની ઉમર મર્યાદા 18 વર્ષ કે તેથી વધુની છે પણ સિગારેટ પીવા કે તંબાકુ ચાવવા પર કોઈ ઉમર મર્યાદા નથી અને શાળાની આસપાસ તંબાકુ ઉત્પાદનો નહી વેચવાના આદેશનું પણ પાલન થતું નથી. આ સર્વેમાં જણાવ્યું છે કે સરેરાશ 5.4 ટકા સ્કુલ ચીલ્ડ્રન કે ટીન એજર જે 13-15 વર્ષની વયના છે તેમાં કોઈને કોઈ રીતે તંબાકુનો ઉપયોગ કરવા લાગ્યા છે. જયાં 3.3% વિદ્યાર્થીઓએ તેઓએ સિગારેટ કે બીડી પીતા હોવાનું જણાવ્યું હતું અને તેમાં 11.5 ને તો શાળામાંજ આ આદત લાગી ગઈ હતી અને તેઓએ 10-11 વર્ષની ઉંમરે જ આ રીતે તંબાકુની આદત બનાવી લીધી હતી.
આ પ્રકારે તંબાકુ સેવનમાં છોકરીઓ પણ પાછળ નથી જે 5.4% વિદ્યાર્થીઓએ તંબાકુનો કોઈને કોઈ રીતે ઉપયોગ કર્યાનું સ્વીકાર્યુ. તેમાં 4.2% છોકરીઓ પણ સામેલ હતી. જેમાં સિગારેટ પીવાનું પ્રમાણ ઉંચુ હતું. જે છોકરાઓએ ધુમ્રપાન કરવાનું શરુ કર્યુ તેમાં 17.6% એ ઘરમાંથી જ આ પ્રેરણા મેળવી હતી. મતલબ કે ઘરના કોઈ ધુમ્રપાન કરતા હતા તેના આધારે તેઓએ આ આદત કરેલી હતી.
- Advertisement -
જયારે 21% એ તેઓ મિત્રો સાથે હોય તે સમયે આ આદત કેળવી હતી અને સૌથી મહત્વની બાબત છે કે આ સર્વેમાં સ્કુલોમાં 94% પ્રિન્સીપલે કબુલ કર્યુ કે તેમના વિદ્યાર્થીઓની આ આદત અંગે તેઓ જાણે છે પણ મોટાભાગના તે માતાપિતાની ચિંતા હોવાનું જણાવીને ખુદની ફરજમાંથી અલગ થયા હતા. આ પ્રકારે નાનપણથી બંધાણ થાય તે પછી છોડાવવું મુશ્કેલ હોવાનું નિષ્ણાંત તબીબો જણાવી રહ્યા છે.