કેસ વધતા તંત્ર દ્વારા ફોગીંગ અને જનજાગૃતિના કાર્યો હાથ ધરાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આગલા સપ્તાહની સરખામણીએ ગત સપ્તાહમાં ડેન્ગ્યુના કેસમાં બમણો વધારો જોવાતા ફફડાટની લાગણી ફેલાય છે.
- Advertisement -
ડેન્ગ્યુના કેસ આગલા સપ્તાહમાં 8 હતા તે વધીને 18 થયા છે જ્યારે મેલેરિયા અને ચીકુનગુનિયાના પણ નવા કેસ જોવા મળ્યા છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં ઉપરની હકીકતને સમર્થન મળે છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સિઝનલ બીમારીમાં વધારો થયો છે. ડેન્ગ્યુના પણ કેસ વધ્યા છે જેની સામે અમે દવાના છંટકાવ ફોગીંગ અને જન જાગરણની કાર્યવાહી હાથ ધરી છે.