બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં 29 એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 414 શહેરો પર ભારે પૂર સંકટ આવી પડ્યું છે. પૂરગ્રસ્ત શહેરોમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. પૂરના કારણે 99800 મકાનો આંશિક અથવા સંપૂર્ણ નાશ પામ્યા છે.
બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. જયારે 14 લાખ લોકો અસરગ્રસ્ત છે. બે લાખ લોકોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી છે. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ આપેલી જાણકારી અનુસાર, પૂર અને ભારે વરસાદને કારણે 99,800 ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે.
- Advertisement -
#Brazil | A horse found stranded on a rooftop in a flooded area in #RioGrandedoSul#BrazilFloods pic.twitter.com/4StyCqqiP3
— DD News (@DDNewslive) May 9, 2024
- Advertisement -
પૂરથી 414 શહેરો પ્રભાવિત
રિયો ગ્રાન્ડે દો સુલમાં 29 એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 414 શહેરો પૂર સંકટમાં ફસાયા છે. લગભગ 130 લોકો લાપતા છે.
પૂરગ્રસ્ત શહેરોમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. જયારે ઘણી જગ્યાએ ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
15,000થી વધુ સુરક્ષાકર્મીઓ બચાવ કાર્યમાં લાગ્યા
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વચન આપ્યું છે કે રહેવાસીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં. રાજ્યભરમાં ફસાયેલા લોકોને રાહત અને બચાવ સેવાઓ પૂરી પાડવા માટે લગભગ 15,000 સૈનિકો, અગ્નિશામકો, પોલીસ અને સ્વયંસેવકો કાર્યરત છે.