13 જિલ્લાઓમાં પાંચ લાખથી વધુ લોકો થયા પ્રભાવિત; 15થી વધુ લોકોના થયા મોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આસામમાં પૂરની સ્થિતિએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. પૂરના કારણે રવિવારે વધુ ત્રણ લોકોના મોત થયા હતા, જોકે અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ’13 જિલ્લાઓમાં 5,35,246 લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. શનિવારે 10 જિલ્લામાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 6,01,642 હતી.’અધિકારીઓએ જણાવ્યું હતું કે, ’રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. કોપિલી, બરાક અને કુશિયારા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરને કારણે હૈલાકાંડી હોજાઈ, મોરીગાંવ, કરીમગંજ, નાગાંવ, કચર, ડિબ્રુગઢ, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ વેસ્ટ અને દિમા હસાઓ જિલ્લામાં કુલ 6,01,642 લોકો પ્રભાવિત થયા છે.’
અધિકારીઓએ જણાવ્યું કે, ’28 મેથી પૂર અને તોફાનના કારણે મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે.
નાગાંવમાં 2.79 લાખથી વધુ લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા, જ્યારે હોજાઈમાં 1,26,813 અને કછારમાં 1,12,265 લોકો પ્રભાવિત થયા હતા. રાજ્યમાં 40,000 થી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે.’ ગઉછઋ, સ્થાનિક વહીવટીતંત્ર અને સામાન્ય નાગરિકો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મણિપુરમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે. આર્મીના સ્પીયર કોર્પ્સ અને આસામ રાઈફલ્સના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. રવિવારે ખુમેન, લેમ્પક, નાગારામ અને ઇમ્ફાલ શહેરમાં લગભગ અઢી હજાર લોકોને ખાદ્યપદાર્થો અને આવશ્ર્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં
આવ્યું હતું.