41 હજાર કરોડથી વધુ આર્થિક નુકસાનની આશંકા
100 રસ્તાઓ બંધ: 2દી’માં 2 મહિનાનો વરસાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના રાજ્ય વર્મોન્ટમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થવાનું જોખમ વધી ગયું છે. ઈમરજન્સી સર્વિસે અત્યાર સુધીમાં 117 લોકોને બચાવ્યા છે. મંગળવારે રાજ્યમાં પાણી ભરાઈ જવાને કારણે લગભગ 100 રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વર્મોન્ટમાં ઈમરજન્સી જાહેર કરી છે. રાજ્યના ગવર્નર ફિલ સ્કોટના જણાવ્યા અનુસાર, વર્મોન્ટમાં છેલ્લા બે દિવસમાં તેટલો વરસાદ પડ્યો છે જેટલો સામાન્ય રીતે બે મહિનામાં થાય છે. રોયટર્સ અનુસાર, ન્યૂયોર્ક, મેસેચ્યુસેટ્સ, કનેક્ટિકટમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
વર્મોન્ટમાં વ્યક્તિઓને તેમના ઘરના ઉપરના માળે જવાની સલાહ આપવામાં આવી રહી છે. પૂરના કારણે અભભીઠયફવિંયિ કંપનીએ 3-5 બિલિયન ડોલર (24-41 હજાર કરોડ)ના આર્થિક નુકસાનની આગાહી કરી છે. વેધર પ્રિડિક્શન સેન્ટરે સોમવારે જણાવ્યું હતું કે સાત-દિવસના વરસાદની કુલ સંખ્યા 300% થી 500% સુધી સામાન્ય સ્તરના મોટા ભાગના યુએસ ઉત્તરપૂર્વમાં છે. તે જ સમયે, રાષ્ટ્રીય હવામાન સેવાએ શુક્રવારે ફરીથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, આ વખતે તે એટલું ભારે નહીં રહે તેવી અપેક્ષા છે.
બીજી તરફ પડોશી દેશ કેનેડામાં મુશળધાર વરસાદને કારણે લગભગ 600 લોકોએ ઘર છોડવું પડ્યું હતું. કેનેડાના ક્વિબેક શહેરમાં છેલ્લા 48 કલાકમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે.
- Advertisement -
હવામાનને કારણે વર્મોન્ટ શહેરમાં મોન્ટપેલિયરમાં મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પૂરના કારણે પીવાનું પાણી દૂષિત થવાની સંભાવના છે. ઈગગ અનુસાર, મોન્ટપેલિયરના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સોમવારે અહીં 5.28 ઈંચ વરસાદ નોંધાયો હતો.