બારપેટામાં અસરગ્રસ્તોની સંખ્યા 3.25 લાખ: રાજ્યમાં 14,091 હેક્ટર પાક વિસ્તારને નુકસાન
ખાસ-ખબર સંવાદદાતા
આસામમાં ગુરૂવારે પૂરની સ્થિત વણસી હતી. અહીં, 12 જિલ્લાના લગભગ 5 લાખ લોકો પૂરની જપેટમાં આવ્યા છે. આ પૂરમાં એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, ઉદલગુરી જિલ્લાના તામુલપુરમાં પૂરને કારણે એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે, બક્સા, બારપેટા, ચિરાંગ, દરરંગ, ધુબરી, ડિબુગઢ, સહિતના કુલ 11 જિલ્લાઓમાં 4.95 લાખ લોકો પ્રભાવિત થયા છે. બુધવાર સુધી રાજ્યના 10 જિલ્લાઓના કુલ 1.2 લાખ લોકો પૂરથી પીડિત હતાં. હાલ, 3.25 લાખથી વધુ લોકો સાથે બારપેટા સૌથી અસરગ્રસ્ત વિસ્તાર હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ, નલબારીમાં 77,000 અને લખીમપુરમાં 25,700થી વધુ પીડિતો છે.
- Advertisement -
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાત જિલ્લાઓમાં 83 રાહત શિબિરોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.આ શિબિરોમાં કુલ 14,035 લોકોએ આશ્રય લીધો છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં કુલ 79 રાહત વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર આસામમાં 14,091 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે.