19 જુલાઈ સુધી ભારે વરસાદને કારણે 747 મૃત્યુ; મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનથી આખું ગામ તબાહ, 16ના મોત
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં 22 રાજ્યોના 235 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ ચોમાસામાં ભારે વરસાદને કારણે 19 જુલાઈ સુધી 747 લોકોના મોત થયા છે. 10 હજાર મકાનો ધરાશાયી થયા છે. પૂરના કારણે 2.50 લાખ હેક્ટરનો પાક નાશ પામ્યો છે. આ તરફ મૃત પ્રાણીઓની સંખ્યા 21 હજારને પાર થઈ ગઈ છે. આ માહિતી એક જાણીતી ન્યૂઝ ચેનલ દ્વારા આપવામાં આવી છે. અહીં મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે આખું ગામ તબાહ થઈ ગયું હતું. જેમાં 16 લોકોના મોત થયા હતા.
- Advertisement -
રાયગઢમાં 6માંથી 3 નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. જેમાં અંબા, સાવિત્રી અને પાતાળગંગાનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે કુંડલિકા, ગઢી અને ઉલ્હાસ નદીઓનું જળસ્તર ભયજનક નિશાનની નજીક પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે ગઉછઋની 12 ટીમો તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં ભારે વરસાદને જોતા ગઉછઋને 6 જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે.
હરિયાણાના બે જિલ્લામાં સ્થિતિ હજુ પણ ખરાબ છે
ચંદીગઢ હવામાન વિભાગે આજે હરિયાણાના 5 જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, પંચકુલા, કરનાલ, યમુનાનગર, કુરુક્ષેત્ર અને કૈથલ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં થશે હળવો વરસાદ
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.
- Advertisement -
આ રાજ્યોમાં ભારે વરસાદ થશે
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, ઓડિશા, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ.