કેટલાક વિસ્તારોમાં તાપમાન માઇનસ 60 ડિગ્રીએ પહોંચ્યું: 9 કરોડ લોકો કરી રહ્યા છે તીવ્ર ઠંડીનો સામનો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
અમેરિકાનાં છ રાજ્ય- કેન્ટુકી, જ્યોર્જિયા, વર્જિનિયા, પશ્ચિમ વર્જિનિયા, ટેનેસી અને ઇન્ડિયાના પૂરનો સામનો કરી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેન્ટુકી હતું, જ્યાં 12 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પશ્ચિમ વર્જિનિયા અને જ્યોર્જિયામાં એક-એક મૃત્યુ થયું હતું.
- Advertisement -
સીબીસી ન્યૂઝ અનુસાર, પોલર વોર્ટેક્સને કારણે અમેરિકાના પૂર્વી રાજ્યોમાં લગભગ 90 મિલિયન લોકો તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, શાળાઓ બંધ થઈ ગઈ છે, પાઇપો ફાટી ગઈ છે. 14 હજારથી વધુ ઘરોમાં વીજળી કાપી નાખવામાં આવી છે અને 17 હજાર સ્થળે પાણીપુરવઠો બંધ થઈ ગયો છે.
રાષ્ટ્રીય હવામાન સેવાના હવામાનશાસ્ત્રી એન્ડ્રુ ઓરિસને જણાવ્યું હતું કે મધ્ય અમેરિકા હાલમાં સૌથી નીચું તાપમાન અનુભવી રહ્યું છે. મધ્યપશ્ચિમના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસ 50થી માઈનસ 60 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
પશ્ચિમ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ જણાવ્યું હતું કે પાણીના સ્તરમાં સતત વધારો થવાને કારણે ઘણા લોકો ગુમ થયા છે. બચાવ ટીમે કેન્ટુકી અને આસપાસના વિસ્તારોમાં 1,000થી વધુ બચાવ કામગીરી હાથ ધરી છે.