કીટનુ ભાડુ પણ યાત્રીના બજેટમાં
છતીસગઢની રાજધાની રાયપુરથી હવે યાત્રીઓ રાજકોટ, સુરત, પટણા અને વિશાખાપટ્ટનમ માટે ઉડાન ભરી શકશે. સ્વામી વિવેકાનંદ એરપોર્ટથી હવે આ શહેરો માટે ફલાઈટ સેવા શરૂ થનાર છે. તેમા સૌથી પહેલા જયપુર માટે નવેમ્બરના બીજા સપ્તાહમાં ઈન્ડિગો એરલાઈન્સની ફલાઈટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
- Advertisement -
રાયપુરથી હૈદ્રાબાદ વચ્ચે ચાલનારી ફલાઈટના વિસ્તાર કરીને જયપુર સુધી કરી શકાય છે. વિમાની કંપનીના અધિકારી તેની કવાયતમાં લાગ્યા છે. તેના માટે ટ્રાવેલ્સ સંચાલકોના માધ્યમથી યાત્રીઓની સંખ્યા અને ઉપર્યુકત શહેરો વચ્ચે થનારી ટીકીટ બુકીંગની જાણકારી મેળવાઈ રહી છે.
સીધી ફલાઈટ ન હોવાના કારણે વિમાન યાત્રી દિલ્હી અને ભોપાલ થઈને જયપુર, મુંબઈ તેમજ અમદાવાદથી સુરત અને રાજકોટની સાથે જ ભુવનેશ્વર અને હૈદ્રાબાદ થઈને પટણા અને વિશાખાપટ્ટનમ જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ટીકીટ પણ યાત્રીઓના બજેટમાં મળી રહેશે જેથી તેઓ પોતાની સુવિધા મુજબ યાત્રા કરી શકે.