ગેરકાયદે જઈ રહેલા 276 ભારતીયોને લઈને વિમાન મુંબઈ પરત ફર્યું છે, જેમાં 2 સગીર બાળકો સાથે 25 લોકોએ ફ્રાંસમાં શરણ માંગ્યુ છે જે મુદ્દે ફ્રાંસમાં 2 લોકોને જજ સમક્ષ રજૂ કરી સાક્ષી પણ બનાવાયા છે
ફ્રાન્સના પેરિસથી નજીક વેટ્રી એરપોર્ટ પર 300થી વધુ ભારતીયોને લઈને જઈ રહેલા રોમાનિયાના લિજેન્ડ એરલાઈન્સના વિમાનનું લેન્ડિગ થયું હતું. જે વિમાનમાં ઈમીગ્રેશન વિભાગના અધિકારીઓએ શંકાના આધારે તપાસ કરતા કબૂતરબાજી માલૂમ પડી હતી. જેને લઈ તે વિમાનને રોકી દેવાયું હતું. જે મુદ્દે મહત્વની અપડેટ સામે આવી છે, કે, ફ્રાંસમાં ફસાયેલા તમામ ભારતીયો ભારત પરત ફર્યા છે.
- Advertisement -
#WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today
(Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx
— ANI (@ANI) December 26, 2023
- Advertisement -
276 ભારતીયોને લઈને વિમાન મુંબઈ પરત ફર્યું
આપને જણાવીએ કે, ગેરકાયદે જઈ રહેલા 276 ભારતીયોને લઈને વિમાન મુંબઈ પરત ફર્યું છે. 2 સગીર બાળકો સાથે 25 લોકોએ ફ્રાંસમાં શરણ માંગ્યુ છે. ફ્રાંસમાં 2 લોકોને જજ સમક્ષ રજૂ કરી સાક્ષી બનાવાયા છે. આપને જણાવીએ કે, ફ્રાંસમાં શરણ માગનારા 25 લોકોને અલગ ઝોનમાં રખાયા છે. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાંસમાં વિમાન રોકી દેવાયું હતું. રોમાનિયાની કંપનીનું વિમાન ફ્રાંસથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. ફ્રાંસથી 276 યાત્રીકો સાથે વિમાન મુંબઈ પરત ફર્યુ છે.
માસ્ટર માઈન્ડ શશી રેડ્ડી
ફ્રાંસ વિમાન અટકાયત કેસમાં વધુ એક ખુલાશો થયો છે. દિલ્લીનો શશી રેડ્ડી એજન્ટો મારફત ગ્રાહકો મેળવતો હતો અને શશી રેડ્ડી જાન્યુઆરીમાં પણ લોકોને અમેરિકા મોકલવાની ફિરાકમાં હતો. તે દુબઈથી અમેરિકા મોકલવાતો હતો. ગેરકાયદે ભારતીયોને અમેરિકા મોકલવાના મુખ્ય માસ્ટર માઈન્ડ શશી રેડ્ડીની ખતરનાખ મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. તેના કારનામા ભરી મોડ્સ ઓપરેન્ડી રમતો કે તે પોલીસ અને ઈમીગ્રેશન વિભાગની નજરે પણ ચડતો ન હતો. આપને જણાવીએ કે, તે ભઆરતીયોને પહેલા દુબઈ મોકલતો હતો અને ત્યારબાદ અમેરિકા મોકલતો હતો.