નલિયામાં 9.8, ભુજ અને રાજકોટમાં – 13, દિવ અને ડિસામાં – 10 ડિગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે ફરી સવારનાં ભાગે તિવ્રઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અને તાપમાન 2 થી 3 ડિગ્રી નિચુ ઉતરી ગયુ હતું. આજે સવારે નલિયામાં 9.8, ભુજમાં 13.9, અને કંડલા ખાતે 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે રાજકોટમાં આજે સવારે 13.4, અમદાવાદમાં 11.4, અમરેલીમાં 14, વડોદરામાં 12.2, ભાવનગરમાં 15.4, દમણમાં 16.6, ડિસામાં 10.9, અને દિવમાં પણ આશ્ર્ચર્યજનક રીતે 10.5 ડિગ્રી, સાથે તિવ્ર ઠંડી અનુભવાઈ હતી.
દ્વારકામાં 17.6, ગાંધીનગરમાં 10.5, પોરબંદરમાં 14.8, અને વેરાવળ ખાતે 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.ઉપરાંત જામનગર શહેરમાં આજે લઘુતમ તાપમાનનો પારો 3.8 ડિગ્રી નીચે સરકીને 11.8 ડિગ્રી પહોંચી ગયો હતો.જેની સાથે પવનની ગતિમાં 2 કિમીનો વધારા સાથે પ્રતિકલાક 5.7 કિમિ ઝડપ નોંધાઇ છે. જેનાથી ફરી એકવાર શહેરીજનો ઠડીનો ચમકારનો અહેસાસ થયો હતો. એટલું નહિ કબાટમાથી ગરમ વસ્ત્રો ટોપી,મફલર,સ્વેટર,ઝાકીટ પહેરવાની ફરજ પડી હતી.
- Advertisement -