Dysp જે.ડી.પુરોહિત દ્વારા ઘર-ઘર સુધી તિરંગા પહોચાડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
વિશ્વમાં ભારત દેશ સંસ્કૃતિ અને ઉદારતાની નીતિ સાથે શાંતિ પ્રિય અહિંસક દેશ માનવામાં આવે છે જેના લીધે આપનો ભારત દેશ અન્ય દેશો કરતા જુદી તરાઈ આવે છે તેવામાં હાલમાં જ 15 ઓગસ્ટ આપણા લોકશાહીના પર્વ તરીકે ઉજવાય છે તેવામાં દેશના વડા પ્રધાન દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
દેશના તમામ નાગરિકોને દેશ પ્રેમની ભાવના જાગે અને દેશ પ્રત્યે કઈક વધુ કરી શકે તેવી ખંતતા ઉદભવ થાય તે માટે “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કર્યું છે જેમાં દેશના બે મોટા પર્વ જેમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે દેશના દરેક ઘર પર તિરંગો લહેરવાય છે.
- Advertisement -
ત્યારે દરેક કટોકટી સમયે ઉભેલા પોલીસ સાચા અર્થે દેશ પ્રેમી કહી શકાય છે. જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં તિરંગા વિતરણનું આયોજન કરાયું હતું. ધ્રાંગધ્રા ડિવિઝનના ઉુતા જે.ડી.પુરોહિત, સિટી પીઆઇ યુ.એમ.મસી, પી એસ આઈ સોલંકી તથા વાઘેલા સહિતના અધિકારીઓ હાથમાં તિરંગા લઇ મુખ્ય બજારમાં નજરે પડ્યાં હતાં.