ચોરવાડ બીચ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં અને આદ્રી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને ભાઈઓ અને બહેનો માટે 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા-2024ની ફ્લેગ ઓફ્ફ સેરેમની યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ રાજયમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે. નોંધનીય છેકે, ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (21 નોટીકલ માઈલ) અને બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેરાવળ (16 નોટીકલ માઈલ) વચ્ચે છે.
33મી વીર સાવરકર તરણ સ્પર્ધા-2024ની ફ્લેગ ઑફ્ફ સેરેમની ચોરવાડ બીચ ખાતે યોજાઇ
