રાજકોટના પોલીટેકનિક ખાતે સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટની ઉપસ્થિતમાં રોજગારવાંચ્છું યુવાઓને એનાયત કરાયા નિમણુંકપત્રો
“તાલીમ બધ્ધ યુવાધનને કૌશલ્ય અનુસાર રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર” – પંકજ ભટ્ટ ગુજરાત સંગીત નાટય અકાદમી
રાજકોટ – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પુર્ણ થયાના રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટની પ્રેરક ઉપસ્થિતીમાં રોજગાર દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં નોકરી મેળવનાર ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે ચેરમેન પંકજ ભટ્ટએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગૌરવવંતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આ તકે ગુજરાતના યુવાનોને રોજગારી મળે તે માટે રોજગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગારી આપવામાં ગુજરાત હંમેશા પ્રથમ રહ્યું છે. એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે યુવાનોને તાલીમ અને રોજગારી આપવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યુ છે. રાજ્ય સરકારના આ સેવાયજ્ઞમાં ૬૨ હજારથી વધુ યુવાનોને નિમણૂંક પત્ર આપવામાં આવી રહ્યા છે. તમામ નોકરીવાંચ્છુઓને વધુ જ્ઞાન અને તાલીમ માટે ડિજિટલ માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ગુજરાત ઔદ્યોગિક, વ્યાપારીક, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકાર એ સફળતાપુર્વક અમલીકૃત કર્યા છે.
- Advertisement -
આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં સુરત ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રોજગાર અને તાલીમ વિભાગનું વેબપોર્ટલ “અનુબંધમ”નો પ્રારંભ કરાયો હતું. સમગ્ર ગુજરાતમાં ૬૨ હજાર થી વધુ યુવાઓને નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે ઉપસ્થિત યુવાઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ.
આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ્પ્લોયમેન્ટ શેલના મનિષાબેન, કોટક સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ, ડેપ્યુટી કમિશનર ડો. સિંઘ, પોલીટેકનીક કોલેજના પ્રિન્સિપાલ ડો. કોટક સહિતના સ્ટાફ તથા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.