વિસાવદર પોલીસ અને ખનીજ વિભાગનું સંયુક્ત ઓપરેશન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
વિસાવદર પંથકમાં રેતી ચોરી થતી હોય પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વાહનો કબ્જે કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિસાવદર પોલીસે રેતી ખનનનો પર્દાફાશ કરી 6 વાહન કબ્જે કરી ખનીજ માફીયાઓમાં હલચલ મચી ગઇ હતી. વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના વોંકળા વિસ્તારમાં ઘંટીયાણ ગામનો શૈલેષ પુના પાટડીયા તેના મળતીયાઓ સાથે ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યો હોવાની માહિતી મળતા વિસાવદરના પીએસઆઇ આર.એસ.પટેલની ટીમે કાર્યવાહી કરી આ કાર્યવાહીમાં પાંચ ટ્રેકટર અને લોર્ડર વાહન ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



