ગુજરાતના 87 સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિક્સાવવા મંજૂરી આપવામાં આવી છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
કેન્દ્ર સરકાર દ્વારા સોમવારના રોજ રેલવેનું કેન્દ્રીય બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના 87 સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિક્સાવવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 5 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકાર દ્વારા રેલવે સ્ટેશનોને વિશ્ર્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવા અભિયાન હાથ ધર્યું છે. જેના માટે શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુન:વિકાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા રેલવેનું કેન્દ્રીય બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રાજ્યોના રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન તરીકે વિક્સાવવા માટે પસંદગી કરવામા આવી છે. જેમાં ગુજરાત રાજ્યના 87 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના 5 રેલવે સ્ટેશનને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર, થાન, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી રેલવે સ્ટેશન હવે અમૃત સ્ટેશન તરીકે વિક્સાવવામાં આવશે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરોને સુવિધામાં વધારો થશે.
- Advertisement -
આ સુવિધાઓ વધશે
સુંદર લેન્ડસ્કેપિંગ
ઇન્ટર મોડલ કનેક્ટિવિટી
રૂફ પ્લાઝા
કિડ્સ પ્લે એરિયા
કિઓસ્ક
સુધારેલા આધુનિક અગ્રભાગ
ફૂડ કોર્ટ
પર્યાવરણને અનુકૂળ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ
સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત ડિઝાઇન