સામાન્ય બોલાચાલી બાબતે સ્કોર્પિયો કારમાં ધસી આવેલા શખ્સોનું ફાયરિંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જઈ રહી છે લૂંટ, ધાડ, મારામારી, હત્યા, છેડતી, બળાત્કાર, ફાયરિંગ જેવી ગંભીર ઘટનાઓ હવે સામાન્ય બનતી નજરે પડે છે તેવામાં જિલ્લા પોલીસ વડા તરીકે જામનગરના પ્રેમસુખ ડેલુની વરણી થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં થાનગઢના બુટલેગર દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરી બે યુવાનને ઇજા પણ પહોંચાડી હતી. સામાન્ય બોલાચાલીની મનદુ:ખ રાખી સ્કોર્પિયો કારમાં આવેલા પાંચ જેટલા શખ્સો દ્વારા ફાયરિંગ કરી નાશી ગયા હતા. જોકે પોલીસે ઘટના બાદ સ્કોર્પિયો કાર અને ત્રણેક શખ્સોને ઝડપી પાડ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર ખાતે રહેતા રીનાકભાઈ મહેબુબભાઇ મોવર્ન ફઈના દીકરા ઇમ્તિયાઝભાઈને રતપનપર ખાતે રહેતા ઈરફાન ગફુરભાઈ ભટ્ટી સાથે સામાન્ય બોલાચાલી થઈ હોય જે બાબતનું મનદુ:ખ રાખી મૂળ રતનપર અને હાલ થાનગઢ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર ફારુક ભટ્ટી દ્વારા ઇમ્તિયાઝભાઈને વોટ્સએપ કોલમાં ગાળો ભાંડી સુધારા પ્લોટ પાસે મળવા માટે બોલાવ્યા હતા જ્યાં ઇમ્તિયાઝભાઈ અને રોનકભાઈ મોવર પોતાનું એક્ટિવા લઈ સુધારા પ્લોટ નજીક હતા હોય તેવા સમયે સ્કોર્પિયો કારમાં ધસી આવેલ ફારૂૂક ભટ્ટી, રિયાઝ ફારુકભાઈ ભટ્ટી, હનીફ ઉર્ફે અનકો ગફુરભાઈ ભટ્ટી તથા રમઝાન ગફુરભાઈ ભટ્ટી દ્વારા એક્ટિવા સાથે કાર ભટકાડી બંને યુવાનોને નીચે પછાડી ખાનગી હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં ઇમ્તિયાઝભાઈને ઇજા પણ પામી હતી આ સાથે છરી વડે હુમલો કરી ઇમ્તિયાઝભાઈ અને રોનકભાઈ મોવર પર હુમલો કરી ઈજા પહોચાડી તમામ પાંચેય શખ્સો કાર લઈને નાશી ગયા હતા જ્યારે પોલીસને આ અંગે જાણ થતા જ જિલ્લાની એલ.સી.બી તથા એસ.ઓ.જી ટીમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયરિંગમાં સંડોવાયેલ પાંચમાંથી ત્રણ શખ્સોને કાર સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ અંગે રોનક મોવર દ્વારા પાંચેય હુમલાખોર શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ગુન્હો નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.



