પિડિતાનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી: બે મહિલા સહિત સાત સામે ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
ચોટીલા પાસે આવેલા એક ફાર્મમાં એક મહિલા પર પાંચ શખ્સોએ ગેંગરેપ કરી તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી, જે અંગે આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ધારીની બે મહિલા સહિત સાત સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
- Advertisement -
જાણવા મળતી વિગત મુજબ ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સંતાનમાં તેને એક પુત્ર છે. 1993માં તેણે લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ બાદ પતિ પહેલેથી પરિણીત હોવાનું જાણવા મળતા પતિથી અલગ થઈ ગઈ હતી. તે મૂળ અમરેલી પંથકની હોવાથી મયુર ઘનશ્યામ કથીરીયા કે જે અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં પટેલ વાડી પાસે રહે છે, તેને ઓળખે છે. મયુર સાવરકુંડલામાં લોજ ચલાવતો હોવાથી તેને ત્યાં કામે જતી હતી ત્યારે તા.29/05/2022ના રોજ રવિવારે આજી ડેમ પાસે ભરાતી રવિવારે બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કરી પરત જવા માટે આજી ડેમ ચોકડી સર્કલ પાસે રીક્ષાની રાહ જોઈ ઉભી હતી. તેવામાં ત્યાં મયુર કાર લઈને આવ્યો હતો. તેણે કહ્યું કે, બહેન તું ગાડીમાં બેસ મારે કામ છે. તેણે કારમાં બેસવાનો ઈન્કાર કરતાં સાથે રહેલા અશોક પોપટે તેનું બાવડું પકડી કારમાં બેસાડી દીધી હતી. કારમાં કુલ પાંચ માણસો હતા. અન્ય શખ્સોમાં ધનજી ચકુ ટીંબડીયા, જગદિશ જીવાભાઈ ચાવડા અને એમ. એ. કાદરી હતા. તમામ શખ્સો તેને કારમાં બેસાડીને ચોટીલા પાસેના એક રીસોર્ટમાં લઈ ગયા હતા. જ્યાંના રૂમમાં પાંચેય શખ્સોએ વારાફરતી તેની 52 દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ દરમિયાન ધનજીએ તેનો વિડીયો ઉતાર્યો હતો. ત્યારબાદ પાંચેય શખ્સો તેને બસ સ્ટેન્ડના પાછલા ગેઈટ પાસે ઉતારીને જતા રહ્યા હતા.
આ પછી ગયા ગુરૂવારે મોચીબજા2 મટન માર્કેટના ચોક પાસે અશોક પોપટ તેને ભેગો થયો હતો. તેણે કહ્યું કે શનિવારે તું સોરઠીયાવાડી સર્કલે જ્યાં કાનુડાને ઝુલાવે છે ત્યાં ઉભી રહેજે. જેથી તે સાંજે ત્યાં પહોંચી હતી. આ વખતે અશોક પોપટ સફેદ કલરની કાર લઈને આવ્યો હતો. તેની સાથે એક અજાણ્યો શખસ પણ હતો. આવીને અશોકે તેને કંઈ પણ બોલ્યા વગર કારમાં બેસી જવાનું કહેતા તેણે પોતાની વીડિયો ક્લિપ માગી હતી. અશોકે તે આપી દેવાની વાત કરતાં કારમાં બેસી ગઈ હતી. બાદમાં ગત રવિવારે પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા ગઈ હતી. જ્યાં તેની પુછપરછ થતાં નીકળી ગઈ હતી. બાદમાં આજે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મયુર ઘનશ્યામ કથીરીયા, અશોક પોપટ (મહાજન), ધનજી ચકુભાઈ ટીંબડીયા, જગદિશ જીવાભાઈ ચાવડા, એમ.એ. કાદરી, ધન્નીબેન ડાયાભાઈ પરમાર અને જ્યોતિ ઉર્ફે ગીતા ભુપત પરમાર વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.