ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
વિસાવદર તાલુકાના પીયાવા, રાજપરા, જાવલડી, માણંદીયા, દુધાળા, મોટા-કોટડા, શોભાવડલા-લશ્કર, ઘોડાસણ, મુંડીયા રાવણી, તથા જાંબુડી ગામમાં પ્રોટેકટેડ ફોરેસ્ટ જાહેર છે આ થયેલ જમીન બાબતે સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તા. 08/01/1975ના જાહેરનામાંથી વિસાવદર તાલુકાના પીયાવા, રાજપરા, જાવલડી, માણંદીયા, દુધાળા, મોટા-કોટડા, શોભાવડલા-લશ્કર, ધોડાસણ, મુંડીયા રાવણી, તથા જાંબુડી ગામના જુદા જુદા રે.સ.નં.ની હે. 2629-55-00 પ્રોટેકટેડ ફોરેસ્ટ જાહેર કરવામાં આવેલ જે પૈકી નાયબ વન સંરક્ષક જુનાગઢ દ્રારા તા.12/03/2019ની અરજીથી ઓનલાઇન હુકમી નોંધ દાખલ થતા શોભાવડલા-લશ્કર ગામના હકકપત્રકે નોંધ નં.2369 તા.26/07/2019થી દાખલ થયેલ છે. જેની શોભાવડલા-લશ્કર ગામના રે.સ.નં. 211 ના અલગ અલગ 73 જેટલા ગામ નમુના નં. 7ના પાનામાં અસર થયેલ છે. સદરહું નોંધમાં આવરી લીધેલ 73 રે.સ.નં. પૈકી મોટા ભાગના રે.સ.નં. ની જમીન ખાનગી ખાતેદારોના નામે આવેલ છે. તેમજ આ જમીન પ્રોટેકટેડ ફોરેસ્ટ જાહેર થયા પહેલા સરકારશ્રી દ્રારા જુદા જુદા હુકમોથી સાથણી તથા અન્ય રીતે ફાળવેલ હોય આ જાહેરનામાં બાદ આશરે 44 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ હુકમી નોંધ દાખલ કરતા ખાનગી માલીકીની જમીનના ગામ નમુના નં.7 બીજા હકકમાં પ્રોટેકટેડ ફોરેસ્ટની નોંધ પડેલ છે.
જેને કારણે સદરહું ખાનગી માલીકીની જમીનના ખાતેદારોને ખુબ જ મુશ્કેલી પડતી હોય સદરહું જમીનમાં વીજ કનેકશન, પોતાના તથા ખેત મજુરોના રહેણાંક મકાન બાંધકામ, ઢોર ઢાખર બાંધવા અંગેના તબેલા, ખેત પેદાશના સંગ્રહ માટેના ગોડાઉન વિગેરે પ્રાથમિક જરૂરીયાત મુજબના બાંધકામ થઇ શકતા નથી તથા નવું વીજ કનેકશન મળતુ નથી તથા પ્રોટેકટેડ ફોરેસ્ટ જાહેર થવાના કારણે આવી જમીનના તબદીલી વિષયક વ્યવહાર પણ થઇ શકતા નથી જેને કારણે ઉપરોકત 10 ગામના ખેડુતોને ખુબ જ મુશ્કેલી થતી હોય ખાનગી ખાતાની આ 10 ગામોમાં આવેલ જમીન પ્રોટેકટેડ ફોરેસ્ટમાંથી મુકત કરી રેવન્યુ જમીન જાહેર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વનમંત્રીને રજૂઆત કરી છે.