ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વંથલી તાલુકાના ગાદોઇ ટોલનાકા પરટોલકર્મી ઓર હુમલાના કેસમાં કોડીનારના તત્કાલીન પીઆઇ પાંચ માસ ફરાર રહ્યા બાદ વંથલી કોર્ટમાં હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વંથલી કેશોદ રોડ પર આવલા ગાદોઇ ટોલનાકા પર તા.30 જૂનના કોડીનારના તે સમયના પીઆઇ આર.એ.ભોજાણીએ પસાર થવા બાબતે ટોલ કર્મચારી પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ પી.આઇ.ભોજણી સહિતના 20-22 શખ્સોએ ટોલનાકાના કર્મચારીઓ પર ખુની હુમલો કર્યો હતો. આ મામલે પીઆઇ આર.એ.ભોજાણી સહિતનાઓ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પીઆઇ આર.એ.ભોજાણી ફરાર હતા તેઓની સામે પોલીસે કોર્ટમાં અરજી કરી ભાગેડુ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. આખરે પાંચ માસ બાદ આજે તત્કાલીન પીઆઇ આર.એ.ભોજાણી વંથલી કોર્ટમં હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તેમાં અન્ય શખ્સ અજાણ્યા હતા હવે પીઆઇની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે કોના નામ સામે આવે છે એ જોવુ રહ્યું.