ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના કાકોરીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં રાખેલા બે સિલિન્ડર ફાટતા કુલ 9 લોકો ઘાયલ થયા છે. તેમને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચ લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના કાકોરીમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં રાખેલા બે સિલિન્ડર ફાટતા કુલ 9 લોકો ઘાયલ થયા છે. તેમને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચ લોકોના મોત થયા હતા. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે.
- Advertisement -
પોલીસ તેમજ ફાયર વિભાગે ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાંચેય મૃતકો એક જ પરિવારના છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે એક રૂમની દિવાલ ઉડી ગઈ હતી. આ અંગની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે દાખલ કર્યા હતા.
મૃતકોના નામ
- Advertisement -
મુશીર પુત્ર પુટ્ટુ
હુસ્ન બાનો પત્ની મુશીર
રૈયા પુત્રી બબલુ
ઉમા પુત્રી અજમદ
હિના પુત્રી અજમદ
ઇજાગ્રસ્તનું નામ
ઈશા પુત્રી મુશીર
લકબ પુત્રી મુશીર
મુશીરનો સાળો અજમદ
અનમ પુત્રી બબલુ (મુશીરનો ભાઈ)