વેપારીને ત્યાં દરોડા બાદ દોઢ કરોડની લાંચ માંગવામાં આવી હતી
ઈઇઈંની ટ્રેપમાં ડે.કમિશનર પ્રભા ભંડારી સહિત પાંચની ધરપકડ: લાંચ આપનાર પણ ઝડપાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉતરપ્રદેશમાં એક મોટી ટ્રેપમાં સીબીઆઈએ જીએસટીના ડેપ્યુટી કમિશનર અને મહિલા આઈઆરએસ અધિકારી પ્રભા ભંડારી સહિત ત્રણ લોકોને રૂા.70 લાખની લાંચ લેતા ઝડપી પડાયા હતા અને બાદમાં તેમના નિવાસે થયેલી છાપેમારીમાં રૂા.90 લાખ રોકડા તથા જવેલરી અને પ્રોપર્ટી સહિતની ગેરકાનુની સંપતિ હાથ કરવામાં આવી છે.
જયારે કુલ રૂા.1.60 કરોડ રોકડા મળ્યા છે. 12 દિવસ પહેલા જ જીએસટી વિભાગે અહીની એક જય દુર્ગા હાર્ડવેર ફર્મ પર દરોડો પાડયો હતો અને તેમાં જીએસટી ચોરી થઈ હોવાનું જણાવીને રૂા.દોઢ કરોડની લાંચ માંગવામાં આવી હતી. જીએસટી વિભાગના આ ડેપ્યુટી કમિશ્ર્નર સહિત ત્રણ અધિકારીઓ ઉપરાંત એક ધારાશાી નરેશકુમાર ગુપ્તા અને જયદુર્ગા હાર્ડવેરના પ્રોપરાઈટર રાજુ મંગનાની વચ્ચે આ ડીલ થઈ હતી.
પરંતુ તે અંગે સીબીઆઈને માહિતી મળી જતા જ એક ટ્રેપ ગોઠવાઈ હતી અને તેમાં રૂા.70 લાખની લાંચ લેતા જીએસટી વિભાગના બે સુપ્રીટેન્ડન્ટ તથા ફર્મના માલીક અને ધારાશાીને ઝડપી લેવાયા હતા અને આ લાંચ ડેપ્યુટી કમિશનર પ્રભા ભંડારીના ઈશારે લેવાઈ હોવાનું બહાર આવતા જ તેમની પણ ધરપકડ કરી હતી. જયારે અલગ અલગ અધિકારીઓ અને વ્યાપારીને ત્યાં દરોડામાં રૂા.90 લાખ રોકડા તથા મોટી સંખ્યામાં સોનાની જવેલરી અને પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા હતા. સીબીઆઈ તમામની ગુપ્ત સ્થળે લઈ જઈ પુછપરછ કરી
રહી છે.
જીએસટી વિભાગમાં આ દરોડાથી જબરો ફફડાટ વ્યાપી ગયો છે. આ અધિકારીઓની કચેરીમાંથી ત્રણ કોથળા મળીને દસ્તાવેજ પણ મળ્યા છે. આ છટકા માટે મંગળવારે સીબીઆઈની ટીમ ઝાંસી પહોંચી ગઈ હતી અને સમગ્ર ટ્રેપ ગોઠવ્યુ હતું. પ્રભા ભંડારી 2016 બેચના આઈઆરએસ અધિકારી છે.



