ખાસ-ખબર ન્યૂઝગિર-સોમનાથ, તા.16
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના જુદાજુદા કલસ્ટરમાં પસંદગી પામેલા કૃષિ સખી અને કલસ્ટર રીસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ તાલીમમાં 40 કરતાં વધુ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓને પાંચ દિવસ દરમિયાન તબક્કાવાર પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં જરૂરિયાત, પ્રાકૃતિક ખેતીમાં તબક્કાવાર આગળ વધવાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સી.એમ.ઓ સ્ક્વોડ્રન લીડર શ્રી સંજય વશિષ્ઠ ઉપસ્થિત રહ્યા હતાં અને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ અંબુજા સિમેન્ટના હેડ એન્વાયર્નમેન્ટ દેવેન્દ્ર ચૌધરી, રિજનલ પ્રોગ્રામ ડાયરેક્ટર, દલસુખ વઘાસીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.પુષ્પકાંત સુવર્ણકાર, અને વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કે.વી.કેના વડા જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ જમીન વિજ્ઞાન વિષય નિષ્ણાંત શ્રી સતિષ હડિયલ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.



