કોરોના બાદ નેપાળ, બાંગ્લાદેશ, કંબોડિયા સહિતના દેશોમાં એકસપોર્ટ વધ્યું
કોરોના, કુદરતી આફતો, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઉત્પાદનોનાં ભાવ ઘટયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એટલે 5000 ફિશીંગ બોટ,100થી વધુ એકસપોર્ટ કંપની અને ફિશ માર્કેટ ધરાવતું ફિશરીઝ ઉદ્યોગ માટેનું હબ,જે હજારો પરિવારને રોજીરોટી આપે છે અને દેશને કરોડોનું હૂંડિયામણ કમાઈ આપે છે. કોરોનાકાળ, તાઉતે વાવાઝોડા તેમજ સૌથી જરૂરી બંદરનો વિકાસ ન થવાને લીધે એક સમયના મુખ્ય એવા બંદર તરીકે ગણાતા વેરાવળ બંદરના માછીમારોની હાલત ખૂબ જ કફોડી બની છે.જેના પરિણામે ફિશીંગ પણ ઓછી થાય છે અને ફિશીંગ ઓછી થાય તો બજારમાં સી ફૂડ ઓછું આવે, સી ફૂડ ઓછું આવે તો તેની અસર એકસપોર્ટમાં પણ જોવા મળે છે.તાજેતરમાં વેરાવળ બંદરને વિકસાવવાનું કામ શરૂ થયું છે.વેરાવળ બંદરનો વિકાસ થશે તો અંદાજે 5000 બોટને લાંગરવા માટે યોગ્ય જગ્યા મળી રહેશે, સુવિધાઓ પૂરતી મળી રહેશે.જેના પરીણામે ફિશીંગ પણ સારી થઈ શકશે.
જો ફિશીંગ સારી થાય તો કંપનીમાં પણ સી ફૂડ સારા પ્રમાણમાં મળી શકે અને તે એકસપોર્ટ પણ થઈ શકે.જેથી આ બંદરોના વિકાસ કામ વહેલી તકે કરવામાં આવે તો સ્થાનિકની સાથે સાથે દેશના વિકાસમાં પણ ફાયદો થઈ શકે. કઈ રીતે ફિશ પ્રોડક્ટ એકસપોર્ટ થાય છે અને કેટલો ટ્રાન્સપોર્ટ ખર્ચ થાય છે જેમાં વેરાવળથી સી ફૂડ મોટા ભાગે ક્ધટેનર મારફત મુદ્રા, પીપાવાવ અથવા કંડલા પોર્ટ પરથી એકસપોર્ટ કરવામાં આવે છે. એક ક્ધટેનર જે અંદાજે 25 થી 27 ટનનું હોઈ છે તેને પીપાવાવ પહોચાડવા માટે 22 હજાર જેટલી રકમ ચૂકવવામાં આવે છે.એટલે કે એક કિલો દીઠ 80 પૈસા થી 1 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.ઉપરાંત તેના ટેમ્પ્રેચરની પણ જાળવણી કરવી પડે છે. ફ્રેશ ફિશનો અન્ય દેશોમાં એકસપોર્ટ કરવા માટે અમદાવાદથી હવાઈ માર્ગનો સહારો લે છે.
ડીઝલમાં ભાવ વધારો અને ઉત્પાદનોનાં ભાવ ઘટવાથી બમણો માર
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી, કુદરતી આફતો, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઉત્પાદનોના સતત ભાવ ઘટયા છે તો બીજી બાજુ ડીઝલના સતત ભાવ વધ્યા છે જેથી માછીમારોને બમણો માર પડ્યો છે.
- Advertisement -
વેરાવળનું મોટાભાગે એકસપોર્ટ પીપાવાવ અને મુન્દ્રા પરથી થાય છે
પીપાવાવ
વર્ષ જથ્થો રકમ
(ટનમાં) (કરોડમાં)
2019-20 257402 4556.19
2020-21 185817 3330.90
2021-22 127176 2150.21
મુન્દ્રા
વર્ષ જથ્થો રકમ
(ટનમાં) (કરોડમાં)
2019-20 19431 303.15
2020-21 39243 773.57
2021-22 102219 2928.59