દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી: ધમકીભર્યા મેઈલમાં કોર્ટ સંકુલમાં નિકટવર્તી વિસ્ફોટોની ચેતવણી આપવામાં આવી હતી
દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસને દિલ્હી હાઇકોર્ટના 3 કોર્ટ રૂમમાં વિસ્ફોટની ધમકી મળી છે. લગભગ 11 વાગ્યે માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. બદમાશોએ 2 વાગ્યા સુધીમાં કોર્ટ ખાલી કરવાની ધમકી આપી છે. કોર્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ તરત જ દિલ્હી પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સાવચેતીના ભાગ રૂપે હાઈકોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, ધમકીની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ ઈમેલના સ્ત્રોત અને સ્થાનને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને કોઈપણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
ડીએમકેનો ઉલ્લેખ કરતાં આપી સલાહ
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મેઈલમાં તમિલનાડુની રાજકીય પાર્ટી ડીએમકેનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે, અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે, ડો. એઝિલન નાગનાથનને ડીએમકેની કમાન સંભાળવી જોઈએ. તેની સાથે મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે ,ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર ઈનબાનિધિ ઉદયનિધને એસિડથી સળગાવવામાં આવે.




