ઓસ્ટ્રેલિયા છેલ્લે 2014-15માં ઘર આંગણે ભારત સામે શ્રેણી જીત્યું હતું
બંને વચ્ચે 107 ટેસ્ટ રમાઇ છે, ભારત-32 અને ઓસ્ટ્રેલિયા-45માં જીત્યું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની પર્થ ખાતે પ્રથમ ટેસ્ટનો શુભારંભ થવા જઇ રહ્યો છે. ભારતે તાજેતરમાં ઘર આંગણે ન્યુઝીલેન્ડ સામે 3-0થી ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધા બાદ ભારતીય ખેલાડીઓ પર ઓસિઝમાં સારા દેખાવનું દબાણ અવશ્ર્ય રહેવાનું છે. ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પીચો પર ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવી આસાન તો નથી જ, ઉપરાંત ભારતની ટીમમાં રોહિત શર્મા જેવો શ્રેષ્ઠ ઓપનર પણ નથી, તેથી શરૂઆતથી જ ભારત અંડર પ્રેસર રહેશે. બંને દેશો વચ્ચે આજ સુધી કુલ 28 ટેસ્ટ શ્રેણીઓ રમાઇ છે, જેમાંથી ભારતે 11 અને ઓસ્ટ્રેલિયાએ 12 શ્રેણીઓ જીતી છે. પાંચ શ્રેણીઓ ડ્રો થઇ છે.
ભારત છેલ્લી ચાર શ્રેણીઓ ઓસ્ટ્રેલિયા સામે જીત્યુ છે. છેલ્લે 2022-23માં રમાયેલી શ્રેણી ભારતે 2-1થી જીતી હતી જે ભારતની ધરતી પર રમાઇ હતી. ઓસ્ટ્રેલિયા છેલ્લે 2014-15માં ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 2-0થી વિજય પ્રાપ્ત થયો હતો.