– 3 એપ્રિલ, 1952ના પહેલી વાર ઉપલું ગૃહ એટલે કે રાજય સભા રચવામાં આવી અને 17 એપ્રિલ, 1952ના પહેલી લોકસભા રચવામાં આવી
- Advertisement -
ભારતના ઇતિહાસમાં 13 મેનું આપણા માટે એક ખાસ મહત્વ છે. દેશના ઇતિહાસમાં લોકતંત્રના પાયનો પહેલો પત્થર આજના દિવસ રાખવામાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતના પહેલું સંસદ સત્ર 13 મે, 1952ના રોજ બોલાવવામાં આવ્યું હતું. 3 એપ્રિલ, 1952ના પહેલી વાર ઉપલું ગૃહ એટલે કે રાજય સભા રચવામાં આવી અને તેમનું પહેલું સત્ર 13 મે, 1952ના આયોજીત કરવામાં આવ્યું. આ રીતે 17 એપ્રિલ, 1952ના પહેલી લોકસભા રચવામાં આવી, જેનું પહેલું સત્ર 13 મે, 1952ના રોજ બોલાવવામાં આવ્યું.
1લી લોકસભાનો સંપૂર્ણ કાર્યકાળ 5 વર્ષ સુધી ચાલ્યો હતો અને 4 એપ્રિલ, 1952ના રોજ તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ લોકસભાનું પ્રથણ સત્ર 13 મે, 1952ના રોજ શરૂ થયું.
- Advertisement -
લોકસભાની કુલ બેઠકો 489 હતા અને મતદારો 17.3 કરોડ હતા. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસએ 364 બેઠકો જીતી હતી. તેમના પછી અપક્ષોએ કુલ 37 બેઠકો જીતી હતી. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને સમાજવાદી પાર્ટી અનુક્રમે 16 અે 12 બેઠકો સાથે બીજા ક્રમે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસએ આ ચુંટણીમાં કુલ મતોના 45%મત મળ્યા અને 479 બેઠકોમાંથી 76 % બેઠકો જીતી.