હજુ બે વખત અદલાબદલી થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લા કલેક્ટર કચેરી ચૂંટણી કામગીરી માટે સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
નિવાસી અધિક કલેક્ટર શ્રી કેતન ઠક્કર તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચરની ઉપસ્થિતિમાં જિલ્લાની આઠેય વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે કેટલા સ્ટાફની જરૂરિયાત છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફના ઓર્ડર થયેલા છે, તેઓનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સ્ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ બે વાર સ્ટાફ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બીજા રેન્ડમાઈઝેશનમાં સ્ટાફને વિધાનસભા મત વિસ્તારોની ફાળવણી અને ત્રીજા રેન્ડમાઈઝેશનમાં બૂથની ફાળવણી થતી હોય છે. આ બધી જ પ્રક્રિયા સોફટવેર આધારિત હોય છે.
મનપાએ રાજકીય પક્ષોના 16000થી વધુ બેનર અને ઝંડા દૂર કર્યા
આચારસંહિતા અમલી બન્યા બાદથી જ જાહેર માર્ગો તેમજ મિલકત ઉપરાંત ખાનગી મિલકતો પરથી વિવિધ રાજકીય પક્ષોના પ્રચારની સામગ્રી જેવી કે બેનર, ઝંડી, પતાકા ઉતારી દેવાયા હોવાનું આદર્શ આચારસંહિતા સમિતિની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. મનપા વિસ્તારમાં આવતા જાહેર સ્થળો, સરકારી મિલકતો પરથી દીવાલો પરના 7859 લખાણો ભૂંસાયા છે અને 14045 પોસ્ટર તથા 3653 બેનર અને 2168 અન્ય સહિત કુલ 15084 પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે. હેલ્પલાઈન નંબર 1800 233 0322 જાહેર કર્યો છે.