ભારતીય મુળના અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલ પણ ફરીથી ચૂંટાવાની શક્યતા
અમેરિકામાં મધ્યસત્રી ચૂંટણી વચ્ચે પ્રતિનિધિ સભામાં આ વખતે ભારતીય-અમેરિકીઓનો સ્ટ્રાઈક રેટ 100% રહી શકે છે. ભારતીય મુળના અમેરિકી અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલ ફરીથી પસંદ થવાની સંભાવના છે. અમેરિકાના લાખો મતદારોએ ગવર્નર, સેક્રેટરી ઑફ સ્ટેટ અને અન્ય કાર્યાલયોના પ્રમુખને પસંદ કરવા માટે મતદાન કર્યું છે.
- Advertisement -
દરમિયાન અમેરિકામાં વધુ એક ભારતવંશીએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય-અમેરિકી મહિલા અરુણા મીલર મેરીલેન્ડમાં લેફ્ટેનન્ટ ગવર્નરનું પદ સંભાળનારી પહેલાં અપ્રવાસી બની ગયા છે.
USA | Aruna Miller, an Indian-American woman, to become the first immigrant to hold the office of Lieutenant Governor in Maryland
(Picture source: Twitter handle of Aruna Miller) pic.twitter.com/1jnKmyDKOT
- Advertisement -
— ANI (@ANI) November 9, 2022
58 વર્ષીય ડેમોક્રેટ અરુણા મીલરનો જન્મ 6 નવેમ્બર-1964માં આંધ્રપ્રદેશમાં થયો હતો. કહેવાય છે કે સાત વર્ષની ઉંમરે તે પોતાના માતા-પિતા સાથે અમેરિકા આવી ગઈ હતી. 1989માં તેણે મિસૌરી યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી. મૉન્ટગોમરી કાઉન્ટીમાં સ્થાનિક પરિવહન વિભાગમાં તેમણે 25 વર્ષ સુધી કામ કર્યું હતું.
અરુણા મીલરે 2010થી 2018 સુધી મેરીલેન્ડ હાઉસ ઑફ ડેલિગેટસમાં 15 જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2018માં થયેલી સંસદીય ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. આ પછી તેમને ડેમોક્રેટ તરફથી ગવર્નર પદના ઉમેદવાર બનાવાયા હતા. અરુણાએ ડેવિડ મીલર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. મીલર દંપતિની ત્રણ પુત્રીઓ છે.