અમેરિકા દુનિયાના બાકી દેશોની સાથે સંબંધ મજબૂત કરવા માટે નવી હાઉસ ફોરેન રિલેશન કમિટી બનાવી છે. અમેરિકા- ભારતના દ્વિપક્ષીય સંબંધોના વિસ્તાર પર વિશેષ રૂપથી કામિટીની નજર છે. ખાસ કરીને બંન્ને દેશો રક્ષા-આર્થિક ક્ષેત્રો, આતંકવાદ વિરોધી પ્રયાસો અને ભારત- પ્રશાંત ક્ષેત્રમાં ભારતની રણનીતિક ઉપસ્થિતિને વધારવા માટે કામ કરશે. આ અઠવાડીયે રિપબ્લિક કોંગ્રેસી માઇકલ મૈકકોલની અધ્યક્ષતામાં કમીટિની 118મી બેઠક યોજાઇ. આ દરમ્યાન કમિટીએ પોતાની પ્રાથમિકતા અને નજરવાળા મુદાને લઇને એક પ્રસ્તાવ હાજર કર્યો છે.
કમિટીએ ભારતને લઇને શું કહ્યું ?
હાઉસ ફોરેન અફેયર્સ કમિટીએ રૈંકિગ સભ્ય ડેમોક્રેટ ગ્રેગરી મીક્સએ પોતાની મીટિંગમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમિતી ભારતના પ્રત્યે અમેરિકાની નીતિ અને દ્વિપક્ષીય સહયોગને સતત વિસ્તારની સમીક્ષા કરશે. સુરક્ષા અને ઔદ્યોગિક સહયોગ, વિસ્તારિત ભૂમિકાઓના અવસર, મિશન અને ક્ષમતાઓ અને આતંકવાદ વિરોધી પ્રયાસો સહિત અમેરિકા- ભારત રક્ષા સંબંધો પર વિશેષ ધ્યાન આપશે.
- Advertisement -
અમે અમેરિકા- ભારત આર્થિક સંબંધોને વધારોના પ્રયાસો પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં ઔદ્યોગિક, દૂરસંચાર અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગામાં દ્વિપક્ષીય પ્રયાસો પર ચર્ચા સામેલ છે. જેના સિવાય ચતુર્ભુજ સુરક્ષા સંવાદ પ્રયાસોમાં ભારતની ભાગીદારી અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં તેમની ઉપસ્થિતિના વધારોના પ્રયાસો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમિતિએ આગળ કહ્યું કે, ભરતની ઝડપથી વધારે ઉર્જાની માંગણીના પ્રભાવોની પણ સમીક્ષા કરશે.
ચીનના પ્રભાવો ઓછા કરવાના પ્રયત્ન થશે
કમિટીએ ચીનની દુનિયામાં વધારાને શક્તિને લઇને પણ મંથન કરશે. જેમાં જણાવવામાં આવ્યું કે, ચીન જે રીતે દુનિયામાં પોતાના પ્રભુત્વ વધારી રહ્યા છે, તે જોખમભર્યુ છે. ચીનના વર્ષ 2013માં એક માળખાગત ઢાંચાની પરિયોજના શરૂ કરી છે, જે બિજિંગના વૈશ્વિક પ્રભાવનો વધારો કરી રહ્યા છે. જેનો ઉદેશ્ય દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય એશિયા, ખાડી ક્ષેત્ર, આફ્રિકા અને યૂરોપની ભૂમિ અને સમુદ્રી માર્ગો માટે ચીન પૂરી દુનિયાને કાબી કરવાની તરફ વધી રહ્યો છે. એવામાં હવે ચીનની સાથે થયેલા આંતરરાષ્ટ્રીય સંધિની પણ સમિક્ષા થશે.