ખાસ-ખબર સંવાદદાતા
વિસ્તારવાદી ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતે પણ કમર કસી છે. પહેલીવાર લદાખની સરહદ પર શનિવારે ભારતે K-9 વજ્ર તોપો તહેનાત કરી છે. આ સેલ્ફ- પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપ 50 કિ.મી. દૂર સુધી નિશાન સાધવા સક્ષમ છે. ચીન સાથે એક વર્ષથી લાંબા સમય સુધી સરહદ પર ચાલતા વિવાદને કારણે આ તોપ તહેનાત કરવામાં આવી છે. બોર્ડર પર K-9 વજ્રને ઊચાઈવાળા વિસ્તારોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. એનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. તેના આર્મીના દરેક રેજિમેન્ટમાં સામેલ કરવામાં આવશે.
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું ચીન અને પાકિસ્તાનને લઈને શનિવારે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ચીનનો સામનો કરવા માટે લદાખની સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ઝડપી કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -



