વર્ષ 2025ના પ્રથમ દિને ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે કરી વિશ્ર્વ કલ્યાણની પ્રાર્થના કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.1
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાત: આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવ એટલે શાંતિના પ્રદાતા શિવજી કે જેમનો અર્થ જ કલ્યાણ થાય છે તેમની પાસે સમગ્ર વિશ્ર્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.
- Advertisement -
સોમનાથ મહાદેવના વર્ષ 2025ના પ્રથમ શૃંગારના અને પ્રાત: આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓ શાંતિ પ્રગતિ સુખાકારી અને નિરામય આયુષ્યની કામના કરી રહ્યા છે.