ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્રની વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યભરના તમામ 33 જિલ્લાઓમાંથી જૂનાગઢ જિલ્લોએ એસ્પિરેશનલ ડ્રિસ્ટ્રિક્ટની રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રેન્કિંગના માધ્યમથી રાજ્યના જિલ્લાઓ વચ્ચે હકારાત્મક સ્પર્ધા દ્વારા વિકાસની એક નવી રાહ કંડારવામાં આવે છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, નાણાં, કૃષિ, કૌશલ્ય વર્ધન, મૂળભૂત સુવિધાઓ જેવા માપદંડોના આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. આ છ માપદંડોમાંથી આરોગ્ય અને કૃષિમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમાંકે એટલે કે, સમગ્ર રાજ્યમાં ટોચના સ્થાને રહ્યો છે. જૂનાગઢ જિલ્લાએ ઓવરઓલ 67.3 સીએસ વેલ્યુ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે. મહત્વનુ છે કે, જિલ્લા કલેક્ટર રચિત રાજે નવતર અભિગમ દાખવી અનેક પ્રજાલક્ષી નવી પહેલ કરી છે. આ સાથે જિલ્લા કલેક્ટરએ આ રેન્કિંગ વધુ જૂનાગઢની વધુ સ્થિતિ મજબૂત બને તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.