વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર આ વર્ષે 76 લોકોને એચ5એન1 દ્વારા ચેપ લાગ્યો જેમાંથી 60 લોકો અમેરિકાનાં
અમેરિકાનાં લુઇસિયાનાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યાં પહેલીવાર બર્ડ ફ્લૂના કારણે કોઈ વ્યક્તિનું મોત થયું છે. લુઇસિયાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બર્ડ ફ્લૂથી મૃત્યુ પામેલાં વ્યક્તિની ઉંમર 65 વર્ષથી વધુ હતી અને તેને કેટલીક પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. અમેરિકામાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના કુલ 66 માનવ કેસ નોંધાયાં છે અને તે દસ રાજ્યો સાથે સંબંધિત છે, જેમાં લ્યુઇસિયાનાનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મૃત્યુ અત્યંત ચેપી એવિયન ઈન્ફલ્યુએન્ઝા અથવા એચ5એન1 વાયરસને કારણે થયું હતું, આ વાયરસ તેને પોતાનાં મુરધાં દ્વારા થયો હોવાનું માનવામાં આવે છે. તે માણસે તેનાં બેકયાર્ડમાં જંગલી પક્ષીઓનો સંપર્ક કર્યો હતો.
લ્યુઇસિયાનાનો પ્રથમ કેસ :-
લ્યુઇસિયાનામાં આ પહેલો કેસ છે, જેમાં વિભાગ કહે છે કે અન્ય કોઈ એચ5એન1 કેસ અથવા માનવ-થી-માનવ ટ્રાન્સમિશનના કોઈ પુરાવા નથી. આરોગ્ય વિભાગે દર્દીનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ મામલે વધુ માહિતી આપવામાં આવશે નહીં.
વિભાગે એમ પણ કહ્યું કે સામાન્ય લોકો માટે જોખમ ઓછું છે, પરંતુ જે લોકો પક્ષીઓ, ચિકન અથવા અન્ય પ્રાણીઓનાં સંપર્કમાં આવે છે તેઓ વધુ જોખમમાં હોઈ શકે છે. આ માટે, લોકોએ જંગલી પક્ષીઓ અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓથી દુર રહેવા સુચના આપવામાં આવી છે.
- Advertisement -
આ વર્ષે 76 લોકોને ચેપ લાગ્યો :-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાં અનુસાર આ વર્ષે 76 લોકોને એચ5એન1 દ્વારા ચેપ લાગ્યો છે, જેમાંથી મોટાભાગનાં ખેત કામદારો છે. આમાંથી 60 થી વધુ કેસો અમેરિકામાં નોંધાયાં હતાં.
જ્યાં વન્યજીવન અને મરઘાંમાં પણ એચ5એન1 ફાટી નીકળ્યો છે. આ સિવાય ચીન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કંબોડિયા અને વિયેતનામમાં પણ ચેપના કેસની પુષ્ટિ થઈ છે.