વડોદરામાં પણ 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન : નલિયામાં 18 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળો હવે નજીક આવી રહ્યાનાં એંધાણ વર્તાવા લાગ્યા છે અને આજરોજ વિવિધ સ્થળે શિયાળાનો પ્રથમ ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને આજરોજ અમરેલી, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં ઠંડીનો અસલી ચમકારો અનુભવાયો હતો. આજરોજ રાજયમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું. અત્રે સવારે 15.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે અમરેલીમાં પણ આજે સવારે 17.2 ડિગ્રી અને વડોદરામાં 18.8 ડિગ્રી તથા રાજકોટ શહેરમાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
- Advertisement -
જયારે પોરબંદરમાં 19.8 ડિગ્રી, અમદાવાદમાં 20, ભાવનગરમાં 21, ભુજમાં 21.4 ડિગ્રી તથા દમણમાં 20.4 ડિગ્રી અને ડિસામાં 19.8 તથા દિવમાં 19.5, દ્વારકામાં 24 અને કંડલામાં 23.6 ડિગ્રી તથા નલિયામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત ઓખા ખાતે 26 ડિગ્રી, સુરતમાં 21.8 અને વેરાવળમાં 22.9 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ઉલ્લેખનીય છે કે, સવારમાં ઠંડી અને બપોર હજુ ગરમીનો અનુભવ થાય છે. ગઇકાલે રાજકોટ સહિત અનેક સ્થળોએ 35 થી 37 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાયુ હતું.