સ્વબચાવમાં પોલીસે એકને પગમાં ગોળી ધરબી, શાર્પશૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ: પોલીસે હોટલમાં રેડ કરતાં આરોપીઓએ ફાયરિંગ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ બીલીમોરા
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયાર આપવા આવ્યાં તે વખતે હોટલમાં રોકાયેલા ઈસમોને પોલીસ ઝડપવા ગઈ હતી. તે દરમિયાન પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગેંગે પોલીસ પર ગોળીબાર કર્યો હતો.
- Advertisement -
જેને પગલે પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. જેને પગલે હથિયારો આપવા આવેલા પાંચ પૈકી એકને પગના ભાગે ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે મળતી વિગત મુજબ જખઈને બાતમી મળી હતી કે, હથિયારોની આપ-લે કરવા માટે ચાર જેટલા ઈસમો એક હોટલમાં રોકાયા છે.
આ બાતમીના આધારે જખઈની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આરોપીઓએ પકડાઈ જવાના ડરથી નાસી છૂટવાના ઈરાદે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો.
પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો. પોલીસના ફાયરિંગમાં હથિયાર આપવા આવેલા ચાર પૈકી એક શખ્સને પગના ભાગે ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
- Advertisement -
પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.



