સતત વધતા જતા ડિપ્લોમેટીક તનાવનો પડઘો સીમા પર દેખાયો
રાત્રીના અંકુશ રેખા પર અનેક ચોકીઓ સળગી : પાક. ગોળીબારનો જડબાતોડ જવાબ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
પહેલગામ હુમલા પછી ભારત-પાક વચ્ચેના તનાવભર્યા ડિપ્લોમેટીક સંબંધોમાં હવે સીમા પર અસર શરૂ થઈ છે અને ભારતે સિંધુ જળ સંધી ને સ્થગીત કરવા સહિતના જે આકરા પગલા લીધા તે પછી હવે ભારતની મોટી સર્જીકલ સ્ટ્રાઈક પણ આવી શકે છે તેવા ભયથી ફફડતા પાક દળોએ અંકુશરેખામાં ભારતીય દળોની ચોકી પર ગોળીબાર કરતા અહી તૈનાત ભારતીય દળોએ પણ વળતો આકરો જવાબ આપીને પાકના બંદૂકના નાળચાને શાંત થવાની ફરજ પાડી હતી.
સીમા પર સુરક્ષા વધારી દેવાઈ છે અને ભારતે તેના દળોને મહતમ એલર્ટ પર મુકયા છે તેમાં ગઈકાલે રાત્રીના આજે દેશના સૌથી વચ્ચે અંધાધુંધ ગોળીબાર થયો હતો. બીજી તરફ ભારતે હવે તેના લશ્કરી પગલાનો અધિકાર છે તેવું જારી કરતા જ પાક ફફડી ગયુ છે અને સેના પર જમાવટ વધારી છે તે વચ્ચે ભારતના ભૂમીદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વીવેદી આજે શ્રીનગર પહોંચી ગયા છે.
તેઓએ બાદમાં ઉધમપુર જશે અને તેઓ કાશ્મીર ખીણમાં તૈનાત ભારતીય સેનાના વરિષ્ઠ કમાન્ડર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજશે તથા ભારતીય દળોની પોઝીશન પણ નિશ્ચિત કરશે.
કાશ્મીરમાં હવે ભારતીય સેનાએ બે મોરચે લડવાનું છે. પ્રથમ આંતરિક આતંકીઓ સામેની કાર્યવાહી તેજ બનાવી છે તો હવે સીમા પર પણ પાકદળોની ગુસ્તાખીનો જવાબ આપવાનો છે.
અંકુશ રેખા પર પાક દળોએ અનેક ચોકીઓ પર ગોળીબારી કરી હતી. જેનો જવાબ અપાઈ રહ્યો છે તો અરબી સમુદ્રમાં પણ ભારતીય નૌકાદળનુ પેટ્રોલીંગ વધારીને પાકના વ્યાપાર ધંધાના સમુદ્ર માર્ગ પર ‘નજર’ રાખવામાં આવી રહી છે.