ખનિજ માફિયાઓ દ્વારા દસ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લાના ચાલતા ખનિજ ચોરીના ધંધામાં હવે ખનિજ માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી ખુલ્લેઆમ ફાયરિંગ કરી કાયદો હાથમાં લેતાં ખનિજ માફિયા હવે ગુંડાગર્દી પર ઉતરી ચૂક્યા છે. ત્યારે જિલ્લામાં મોટાભાગે થતી ગેરકાયદેસર ખનિજ ચોરીની સ્થાનિકો દ્વારા રજૂઆત કરતા જ ખનિજ માફિયા હવે જીવલેણ હુમલો પણ કરી રહ્યા છે જેથી સ્થાનિક પોલીસ અને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેવામાં સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા પરિવારના ઘર પર કેટલાક ખનિજ માફીયાઓ ત્રાટક્યા હતા અને હથિયારો વડે લગભગ 10 જેટલા રાઉન્ડ ફાયરિંગ પર કર્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા જ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર સાયલા તાલુકાનાં સુદામદા ગામે રહેતા સોતાજભાઈ યાદવ દ્વારા અગાઉ ખનિજ ચોરી અંગેની રજુઆત કરાઇ હતી જે અંગે ખનિજ માફીયાઓ દ્વારા સોતાજ યાદવ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત પણ સાયલા પોલીસને કરાઈ હતું ત્યારે શનિવારે મોડી રાત્રે સોતાજભાઈ યાદવ પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં હોય તેવા સમયે જુદી જુદી ચાર ગાડીઓ લઈને આવેલા ખનિજ માફિયા દ્વારા સોતાજ યાદવના ઘર પર
એક બાદ એક ફાયરિંગ કરવા લાગ્યા હતા જોકે સદનસીબે ફાયરિંગમાં ઘટનામાં પરિવારના સભ્યોને કોઈ પ્રં પ્રકારની ઈજા થઈ ન હતી પરંતુ ઘરના બારણાં, બારી અને દીવાલો પર ફાયરિંગમાં બિયાં છૂટયા હતા આ તરફ ફાયરિંગ કરનાર માફીયાઓ નાશી છૂટ્યો હતા જ્યારે પોલીસને સમગ્ર
ઘટનાની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા
ડો.ગીરીશ પંડ્યા, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સુદમડા ગામે જે પરિવારના ઘર પર ફાયરિંગ થયું તે સોતાજ યાદવ અને તેનો પુત્ર પણ અગાઉ 200 કરોડથી વધુની ખનિજ ચોરીમાં સંડોવાયેલા હોય જે અંગે બંને પિતા – પુત્ર આશરે પંદરેક દિવસ પૂર્વે જ જેલવાસ ભોગવીને બહાર આવ્યા હતા.
- Advertisement -
જ્યારે સોતાજ યાદવના ઘર પર રાત્રીના સમયે ફાયરિંગ થયું તેના ગણતરીના કલાકો પૂર્વે જ પરિવાર સાયલા પોલીસ સ્ટેશને પોતાના પર હુમલો થવાનો દહેસત દર્શાવી લેખિત રજૂઆત પણ કરી હતી પરંતુ તે સમયે સાયલા પોલીસે આ ઘટનાને હળવાશમાં લઈને પરીવારને તેઓના ઘર સુધી પ્રોટેક્શન સાથે મૂકી બાદમાં નીકળી ગયા હતા.
ફાયરિંગમાં ઘટના બાદ સોતાજ યાદવે જણાવ્યું હતું કે ” શનિવારે રાત્રે 10:00 વાગ્યા બાદ ચાર ગાડી લઈને આવેલા 10થી 12 જેટલા ઈસમો તેઓના ઘર પાસે આવી ગાડીમાંથી ઉતરી ફાયરિંગ કરવા લાગ્યા હતા અને દશ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરી બાદમાં કાર લઈને નાશી છૂટયા હતા, પરંતુ તેઓ ખનિજ ચોરી બાબતે લડતા રહેશે અને આગામી સમયમાં આત્મવિલોપન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી”.
સુદામદા ગામે ફાયરિંગ પ્રકરણમાં સોતાજ યાદવે સાયલા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાવી કેહાભાઈ ગભુભાઈ ભરવાડ, જયપાલભાઈ ડોડીયા, સામતભાઈ ઘુઘાભાઈ ભરવાડ, સુરેશભાઈ કરશનભાઈ રબારી, દેવેન્દ્રભાઈ ઉર્ફે ડેન્ડું ભરતભાઈ બોરીચા તથા કુલ 10થી 15 અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.