જૂની અદાવતમાં મનદુ:ખ રાખી શખ્સ દ્વારા ઘર પર ફાયરિંગ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
- Advertisement -
ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના રહેણાક મકાન પર ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામ્યો છે જેમાં અગાઉનું મનદુ:ખ રાખી એક શખ્સ દ્વારા ભાજપ નેતાના ઘર ઉપર ફાયરિંગ કર્યું હતું. જોકે આ શખ્સ ફાયરિંગ કરી નાશી જતા ભાજપ આગેવાને ફાયરિંગ કરનાર શખ્સ વિરુધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ લઘરાભાઈ રાઠોડના ભત્રીજા ઈશ્વરભાઈ સગરામભાઈ રાઠોડના ઘર સાથે ગત 31 સપ્ટેમ્બરના રોજ નિમભાઇ કનુભાઈ ખાચર દ્વારા પોતાની સ્કોર્પિયો ભટકાડી હતી જેથી ઠપકો આપતા હોય તે દરમિયાન ત્યાં બાઈક લઈને આવેલા અજય કાળુભાઇ ધાધલ બોલાચાલી કરવા લાગ્યા હતા. જે બાદ અજયભાઈ ધાધલ વારંવાર ભીખાભાઈ રાઠોડ તથા તેઓના પુત્રને અજયભાઈ ધાધલ ફોન ઉપર અને રૂબરૂ મળે ત્યારે જોઈ લેવાની ધમકી આપતા હતા તેમજ ગત 20 નવેમ્બરના રોજ રાત્રીના સમયે ભીખાભાઈ રાઠોડના પુત્ર અશ્વિનભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હોય જે દરમિયાન અજયભાઈ ધાધલનો ફોન આવેલ અને ધમકી આપી ચોટીલા આવવા માટે જણાવી ગાળો બોલતા હોય જેથી ફોન કાપી નાખતા વારંવાર ફોન આવતો હતો પરંતુ ફોન નહીં ઉઠાવતા અજયભાઈ જસ્કુભાઈ ધાધલ રહે: ખેરાણા વાળા સ્વિફ્ટ ગાડી લઈને મેવાસા ગામે આવી ભાજપ આગેવાનના ઘર પર ફાયરિંગ કરી નાશી ગયા હતા.
આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફાયરિંગ કરનાર શખ્સ વિરુધ ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ રાઠોડ દ્વારા ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.



