-રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ
થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. વિગતો મુજબ રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે, કોઈ બચ્યું નથી. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાંથી ધુમાડાના વાદળો નીકળતા જોવા મળ્યા હતા.
- Advertisement -
એક બ્રિટિશ ન્યૂઝ સર્વિસ કંપનીના જણાવ્યા અનુસાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, નવેમ્બર 2022માં પણ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને એક જીવ ગયો હતો. ઓગસ્ટ 2023માં પણ નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.
#นายกฯเศรษฐา แสดงความเสียใจเหตุโรงงานพลุระเบิด สั่งการผู้ว่าฯ สุพรรณบุรี ช่วยเหลือประชาชนในบริเวณที่เกิดเหตุทันที พร้อมสั่งให้ตรวจสอบโรงงานฯ ว่าดำเนินการถูกกฎหมายหรือไม่ เหตุระเบิดเกิดจากความประมาทหรือไม่ ต้องดำเนินการตามกฎหมายถึงที่สุด
ข่าว:https://t.co/DnsyMaK8Jx#ไทยคู่ฟ้า
— ไทยคู่ฟ้า (@thaigov1) January 17, 2024
- Advertisement -
સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતિપે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમને EOD ટીમ તરફથી અહેવાલો મળ્યા છે કે 23 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જોકે વિસ્ફોટનું કારણ શું છે? તે અત્યારે જાણી શકાયું નથી. તેણે એ પણ જણાવ્યું કે, ફટાકડાની ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી છે અને કંપની પાસે માન્ય લાઇસન્સ પણ છે.
થાઈલેન્ડના PMને પણ માહિતી આપવામાં આવી
થાઇલેન્ડના પીએમ શ્રીથા થવિસિન વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા હતા. PMO દ્વારા ત્યાં જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, PM શ્રીથા થવિસિનને પ્રાદેશિક પોલીસ કમાન્ડર દ્વારા ફોન પર મામલાની જાણકારી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં 20 થી 30 કામદારો હતા અને તેમાંથી કોઈ પણ જીવિત મળ્યું નથી.