ભાજપની વિકાસની રાજનીતિને પ્રજાએ સમર્થન આપ્યું છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતીભવ્ય વિજય થયો છે. ગાંધીનગરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસકાર્યોને મહોર મારીને બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને નવાજ્યા છે. ત્યારે આ ભવ્ય વિજયને વધાવવા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલાની અધ્યક્ષતામાં જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી, ડીજે, ઢોલ અને શરણાઈથી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વિજયોત્સવમાં રાજકોટ જીલ્લા ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા, જીલ્લા મંત્રી પ્રાગજીભાઈ કાકડિયા, જીલ્લા યુવા મોરચા પ્રમુખ સતીશભાઈ શિંગાળા, ગીરીશભાઈ પરમાર, ડો.દીપકભાઈ પીપળીયા, જસમતભાઈ સાંગાણી, અરુણભાઈ નિર્મળ, બીપીનભાઈ સાવલિયા, નીલયભાઈ ડેડાણીયા, દિનેશભાઈ વીરડા, કનકસિંહ જાડેજા, નીલમભાઈ કાલરીયા, જગુભાઈ કોરાટ, દર્પણભાઈ પટેલ, ડેનીશભાઈ મૂંગલપરા, મનોજભાઈ કાછડિયા સહીતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના વડપણ હેઠળ ગુજરાતએ ચોતરફ વિકાસ કર્યો છે. સૌનો સાથ અને સૌના વિકાસ સાથે ગુજરાતમાં છેવાડાના માનવીને સગવડો પૂરી પાડવામાં આવી છે.ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ૨૪ કલાક વીજળી અને પાણી આપીને ખેડૂતોની આવક બમણી કરવામાં ભાજપ સરકારે તેઓના જીવનસ્તરને સુધારવા માટેની ઈચ્છાશક્તિ ભારતીય જનતા પાર્ટીએ ધરાવી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ થકી પ્રજાની સેવામાં હંમેશા તત્પર રહે છે. જેના ફળ સ્વરૂપે પ્રજા હંમેશા ભાજપની પડખે ઉભો રહીને ચૂંટણીમાં ભાજપને ધીંગી બહુમતીથી જીતાડવા અગ્રેસર રહી છે.
- Advertisement -
આ વિજયોત્સવને રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણીએ શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા, કિશોર ચાવડા, તન્મય ઉપાધ્યાય સહીતના જહેમત ઉઠાવી હતી. તેમ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની યાદીમાં જણાવે છે.