T-20 ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાને ભારત સામે જીત મેળવી છે. આ વિજય બાદ ભારતના કેટલાંક ભાગોમાંથી એવા અહેવાલો આવ્યા છે કે, પાકિસ્તાનની જીત અને ભારતની હાર પર આ ફટાકડા ફોડવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ લડાઈઓ પણ થઈ છે. ભારતમાં પાકિસ્તાનની જીતની ઉજવણી દેશદ્રોહથી ઓછી નથી. દેખીતી રીતે જ પાકિસ્તાન પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરવા ફટાકડા ફોડવામાં આવ્યા છે અને આ ફટાકડા ફોડનાર પાકિસ્તાન પ્રેમી સેક્યુલરો, લિબરલોથી લઈ બુદ્ધિજીવીઓ તથા દેશવિરોધીઓ છે એવું માનવામાં આવી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947માં આઝાદી મેળવી લીધા પછી ત્રણ વાર યુદ્ધ છેડાયુ છે. એવામાં બંને દેશો વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પણ બંને દેશોના નાગરિકો માટે યુદ્ધ જેવી જ બની રહે છે, જેમાં હાર-જીત બહુ જ મહત્વ ધરાવે છે. આ દરમિયાન લાંબા સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી અને ભારતના પરાજય બાદ દેશવિરોધી લોકોએ ફટાકડા ફોડ્યા હતા જે દેશ માટે શરમજનક બાબત છે. પાકિસ્તાનની જીત પર અને ભારતની હાર થતા કેટલાંક લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને આ ફટાકડા ફોડનાર પર ઘણા લોકોએ ફટકાર પણ વરસાવી છે, જોકે ફટકાર વરસાવવા માત્રથી નહીં ચાલે. આવા દેશવિરોધી લોકોને પકડીપકડીને પાકિસ્તાન બોર્ડર છોડી આવવા જોઈશે.
- Advertisement -
પાકિસ્તાન સામે ભારતની હાર થતા દેશમાં ફટાકડા ફોડનારાઓને ફટ્ટ છે. આ એ જ દેશદ્રોહીઓ છે જે દેશમાં રહી દરેક બાબતે દેશવિરોધી હરકત કરતા રહે છે. ભારતના દુશ્મન દેશોની તરફદારી કરનારા અને ભારત સાથે ગદ્દારી કરનારા આવા દેશદ્રોહીઓ દેશ માટે સૌથી મોટો ખતરો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો ભારતની હાર પર ભારતીય ક્રિકેટ ટીમ પર ગુસ્સો વરસાવી રહ્યા છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની હાર પર ફટાકડા ફોડનાર વિશે કોઈ કશું વધુ કહેતા ડરે છે! હિંદુઓની બહુમતી ધરાવતા દેશમાં આવું ન હોવું જોઈએ. ભારતનાં જખમ પર મીઠું-મરચું ભભરાવનારને ભોં ભેગા કરવા જ જોઈએ.